સુરત:મંગળવાર: સુરત શહેરની વસ્તી ગીચતા વધુ હોવાથી કોરોના વાયરસના ઝડપી સંક્રમણની શક્યતાને ધ્યાને લેતા લોકોની સુરક્ષા માટે તકેદારીના પગલારૂપે પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ શહેરના પોલીસ કમિશનરેટ વિસ્તારમાં તા.૨૦/૦૭/૨૦૨૧ ના રાત્રીના ૧૦:૦૦ વાગ્યાથી તા.૦૧/૦૮/૨૦૨૧ સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુંનો અમલ જારી રહેશે.
રાત્રિકફર્યું સમયગાળા દરમિયાન ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે.
(૧) બિમાર વ્યક્તિ,સગર્ભાઓ,અશકત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છુટ રહેશે. (૨) મુસાફરોને રેલ્વે,એરપોર્ટ ST કે સીટી બસની ટીકીટ રજુ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
(૩) રાત્રી કફર્યુના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહી.
(૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજુ કરવાના રહેશે.
(૫) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર , ડોકટરનું પ્રીસ્ક્રીપ્શન,સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
(૬) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.
ઉપરાંત શહેરમાં રાત્રી કફર્યું સમયગાળા દરમિયાન નીચે મુજબના નિયંત્રણો અમલમાં રહેશે.
A. તમામ દુકાનો, વાણીજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર,તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રીના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી )
B. રેસ્ટોરેન્ટસ રાત્રીના ૦૯:૦૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન ચાલુ રાખી શકશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી )
C. રેસ્ટોરેન્ટસ Home Delivery ની સુવિધા રાત્રીના ૧૨: ૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.
D. જીમ ૬૦ % ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન ચાલુ રાખી શકાશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહી )
E. જાહેર બાગ-બગીચાઓ રાત્રીના ૦૯:૦૦ સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન ખુલ્લા રાખી શકાશે.
F. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહતમ ૧૫૦ (એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે .લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે. H. અંતિમ ક્રિયા / દફન વીધી માટે મહતમ ૪૦ (ચાલીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે.
G. તમામ પ્રકારના રાજકીય/સામાજિક/શૈક્ષણિક/ સાંસ્ક્રુતિક/ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન , ખુલ્લામાં . મહત્તમ ૨૦૦ (બસો) વ્યકિતઓની પરંતુ બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦ % (મહત્તમ ૨૦૦ વ્યકિતઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.
I. ધોરણ ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહતમ ૫૦% વિધાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા કોચિંગ સેન્ટરો/ ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખી શકાશે નહી )
J. શૈક્ષણીક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. K.શાળા , કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક /ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.સાથે યોજી શકાશે.
L. વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહી )
M. પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી બસ સેવાઓ ૧૦૦ % ક્ષમતા સાથે (Standing not allowed) જ્યારે એ.સી. બસ સેવાઓ મહતમ ૭૫% પેસેન્જર કેપેસીટીમા ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ
સેવાઓને રાત્રી કર્ફયુમાંથી મુક્તિ આપવામાં આવે છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટર તેમજ અન્ય સ્ટાફે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)
N. પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ/ સ્પોર્ટસ સ્ટેડીયમ/ સંકુલમાં રમત-ગમત ચાલુ રાખી શકાશે. ( રમત-ગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)
O. સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળૉ મહતમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળૉ ચાલુ રાખી શકાશે નહી)
P. વોટર પાર્ક, તથા સ્વિમિંગ પૂલ મહતમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વોટર પાર્ક, તથા સ્વિમિંગ પૂલ ચાલુ રાખી શકાશે નહી )
O. સ્પા સેન્ટરો બંધ રહેશે.
R.ઉપરોક્તમાં A, B, D, I, L, M, N, O, P માં જણાવેલ બાબતો સંદર્ભમાં જે વ્યક્તિઓના (RTPCR ટેસ્ટ પોઝિટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝિટીવ આવ્યાના ૧૪ દિવસ થી હોસ્પીટલની ડીસ્ચાર્જ સમરીની તારીખ થી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.)
આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/પ્રવૃતિઓ કોઇ પણ નિયંત્રણ વગર ચાલુ રહેશે. (૧) Covid-19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ.
(૨) મેડીકલ,પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
(૩) ઓક્સિજન ઉત્પાદક અને વિતરણ વ્યવસ્થા.
(૪) ડેરી,દુધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન,વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.
(૫) શાકભાજી માર્કેટ તથા ફ્રુટ માર્કેટ .
(૬) કરિયાણું,બેકરી બધા પ્રકારની ખાધ સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.
(૭) અનાજ તથા મસાલા દળવાની ઘંટી
(૮) ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ/રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ.
(૯) ઇન્ટરનેટ/ટેલિફોન/મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર/આઇ.ટી અને આઇ.ટી સંબંધિત સેવાઓ.
(૧૦) પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયા,ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
(૧૧)પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી /સી.એન.જી /પી.એન.જી ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ,પોર્ટ ઓફ લોડીંગ,ટર્મિનલ ડેપોઝ,પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન , ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
(૧૨) પોસ્ટ અને કુરીયર સર્વિસ
(૧૩) ખાનગી સિક્યુરીટી સેવાઓ
(૧૪) પશુ આહાર ઘાસ ચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબધીત સેવાઓ
(૧૫) કૃષિ કામગીરી, પેસ્ટ કંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન,પરીવહન અને પુરવઠા વ્યવસ્થા (૧૬) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરીવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ (૧૭) આંતર રાજ્ય, આંતર જીલ્લા, અને આંતર શહેરોની ટ્રાન્સપોર્ટ સેવાઓ અને તેને સંલગ્ન ઇ-કોમર્સ સેવાઓ
(૧૮) તમામ પ્રકારના ઉત્પાદન/ઔધોગિક એકમો અને તેને રો મટીરીયલ પુરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે.જે દરમિયાન Covid-19 સંબંધીત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(૧૯) બાંધકામને લગતી પ્રવૃતિ ચાલુ રહેશે. જે દરમિયાન Covid-19 સંબંધીત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
૫. આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેન્ક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
૬. તમામે ફેસ કવર,માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.