સુરત જિલ્લા એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈઃ
સુરતઃમંગળવારઃ- પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એકટ અન્વયે સુરત જિલ્લા એડવાઈઝરી કમિટીની બેઠક જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરે શહેર-જિલ્લામાં નોંધાયેલા સોનોગ્રાફી મશીનોનું સમયાંતરે ઈન્સ્પેકશન કરવા તેમજ ગર્ભનું જાતિપરીક્ષણ કરનારાઓ સામે ફરિયાદ કરી શકાય તે માટે વોટ્સઅપ નંબર જાહેર કરવા જણાવ્યું હતું. સુરત શહેર-જિલ્લામાં નવા સોનોગ્રાફી માટેના અલ્ટ્રાસાઉન્ડ મશીનો ખરીદવાની ૪૬ હોસ્પિટલોની અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી. જયારે ૨૬ ક્લિનીકોની અરજીઓ રિન્યુ કરવામાં આવી હતી. બેઠકમાં સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.