November 22, 2024

જળ જંગલ અને જમીનના અધિકારો માટે સંઘર્ષ કરતા આંદોલનકારી અખિલ ચૌધરીની આમ આદમી પાર્ટી માં વિધિવત રીતે જોડાતા રાજકારણ ગરમાયું

Share to



રિપોર્ટર.. નિકુંજ ચૌધરી દૂરદર્શી ન્યૂઝ


આદિવાસી સમાજના મુદ્દાઓ પર સતત આંદોલન કરતા અને પાર તાપી રીવર્લિંક લિંક આંદોલન સમિતિના સદસ્ય તથા ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના સદસ્ય અને જળ જંગલ જમીન ના અધિકારો માટે સતત સંઘર્ષ કરતા આંદોલનકારી યુવા આમ આદમી પાર્ટી સાથે જોડાતા માંડવી 157 વિધાનસભાનો રાજકીય વાતાવરણ ગરમાયું છે.
માંડવી વિધાસભામાં સોનગઢ તાલુકાના જે ગામો લાગે છે એમાં પણ અખિલ ચૌધરી સતત આંદોલન કરે છે સાથે સાથે વિસ્થાપિતોના અધિકારો માટે લડે છે એમના પર થતા અત્યાચારો સામે મજબૂતીથી અવાજ ઉઠાવે છે સુરત જિલ્લા સાથે સાથે ડાંગ અને તાપી જિલ્લામાં પણ એ આદિવાસીઓના અધિકારો માટે કામગીરી કરી રહ્યા છે


Share to