September 8, 2024

ભારતના ભાવિ સમાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યેનાં ઉત્કૃષ્ટ મૂલ્યોનું સિંચન કરવાં હેતુ અનોખી પહેલ .

Share to



વરાછા કમલ પાર્ક સોસાયટી સ્થિત અર્ચના વિદ્યા નિકેતનમાં બાળકોમાં દેશભકિત જાગૃત થઈ શકે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓને દૈનિક આચરણમાં જ વણી લેવામાં આવી છે. અહી શાળાના વિદ્યાર્થીઓથી માંડીને આચાર્ય, સંચાલકશ્રી સહિત તમામ વ્યક્તિઓ નિયમિત પણ એકબીજાનું અભિવાદન ‘વન્દે માતરમ્’ શબ્દનો ઉપયોગ કરીને જ કરે છે. ‘હર દિલ મે તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત “નિકેતન શાળા દ્વારા દરેક વિદ્યાર્થીઓમાં દેશ પ્રત્યે લાગણીની જ્યોત પ્રગટાવવા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.”આ શાળામાં ‘હું ભારતીય છું અને મારામાં આ લાગણી હંમેશા રહેશે.’ એવી રાષ્ટ્રભાવનાનું સિંચન થાય તે હેતુથી ‘હર દિલ મેં તિરંગા’ કાર્યક્રમરૂપી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રજી મોદીના સફળ કાર્યક્રમ ‘હર ઘર મે તિરંગા’થી પ્રેરણા લઈ તિરંગાને હવે ઘરની છતથી લઈને દરેક વ્યક્તિઓના હૃદય સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી શાળા પરિવારનાં સેવકભાઈઓ બહેનોથી લઈને તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યશ્રી, સંચાલકશ્રી, ટ્રસ્ટીશ્રી એમ દરેક સભ્યો વડે રાષ્ટ્રધ્વજનો ટેગ નિયમિત ધારણ કરવા પ્રતિજ્ઞાબદ્ધ થઇ કાર્યક્રમરૂપી યજ્ઞમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

આ રાષ્ટ્રધ્વજના ટેગ શાળાના ટ્રસ્ટી અને રાષ્ટ્ર પ્રત્યે લાગણી ધરાવતા વ્યક્તિનીઓની લોકભાગીદારી દ્વારા ખરીદવામાં આવ્યા છે.
શાળામાં આપના હિન્દુ ધર્મના પાયા સમાન શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના શ્લોકોનું નિયમિત પ્રથનાસભામાં ગાન કરવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓ ગીતાજીના શ્લોકોનું પોતાનાં જીવનમાં અનુસરણ કરતાં થાય તે હેતુથી આ શ્લોકનાં આધારિત વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.


રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત


Share to

You may have missed