ઘરના જ આંગણા માં પાર્ક કરેલ મોટરસાયકલ ની રાત્રી દરમિયાન ઉઠાંતરી….
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
પોલિસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઉમલ્લા દુ.વાઘપુરા ગામે મેડિકલ સ્ટોર ચલાવતા મિતેષભાઇ કનૈયાલાલ અગ્રવાલે તેમની હિરો કંપનીની મોટરસાયકલ ગત તા.૧૭ મીના રોજ સાંજના સાતેક વાગ્યે ઘરના આંગણામાં પાર્ક કરીને મુકી હતી.ત્યારબાદ ઘરના બધા સભ્યો રાતના દસેક વાગ્યાના સમયે સુઇ ગયા હતા.સુતા પહેલા આંગણામાં જોતા મોટરસાયકલ પાર્ક કરેલ જગ્યાએ જ હતી જોકે સવારના છ વાગ્યે મિતેષભાઇ જાગીને બહાર આવ્યા તો ઘરના આંગણામાં પાર્ક કરીને મુકેલ મોટરસાયકલ તેની જગ્યાએ હતી નહિ.બાદમાં આજુબાજુ બધી જગ્યાએ મોટરસાયકલ શોધવા છતા મળેલ નહિ,તેથી મોટરસાયકલ રાત્રી દરમિયાન ચોરાઇ ગઇ હોવાની ખાતરી થવા પામી હતી.આ અંગે મિતેષભાઇ કનૈયાલાલ અગ્રવાલ રહે.ઉમલ્લા દુ.વાઘપુરા તા.ઝઘડીયા નાએ ઉમલ્લા પોલીસમાં મોટરસાયકલ ચોરી બાબતે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી…
અત્રે ઉલ્લેખનીય છે કે ઉમલ્લા બજાર ની મધ્યમાંજ આવેલ મેડિકલ સ્ટોર સહિત આખા બજાર પાસે કેટલાક હોમગાર્ડ અને પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરી ત્યાંજ પહેરો આપી આવતા જતા વાહન ચાલકો ને રોકી ચેકીંગ કરે છે તો પછી ત્યાંથીજ બાઈક ની ઉઠાણતરી કરતા પોલીસ ની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.. હાલ ના દિવસો માં વધી રહેલ ઝગડીયા તાલુકામાં ચોરો એ પણ પોલીસ ને ખુલો પડકાર ફેંક્યો હોઈ તેમ ચોર હજુ પણ પોલીસ ને હાથ તાડી આપી જતા લોકો માં ચર્ચા નો વિષય બન્યો છે..
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.