November 21, 2024

મોટા વરાછાના ગોપીન ફાર્મ ખાતે આદિજાતિમંત્રીના અધ્યક્ષસ્થાનેવૃક્ષારોપણ કાર્યક્રમમાં યોજાયોઃરાજયમાં જો સૌથી વધુ વૃક્ષો ખેડા અને આણંદ જિલ્લો ધરાવે છેઃવન મંત્રી રમણલાલ પાટકર

Share to


———-
સુરત:રવિવાર: સુરત શહેરના મોટા વરાછા વિસ્તારના ગોપીન ફાર્મ ખાતે ગ્રીન આર્મી વૃક્ષ ઉછેર અભિયાન અંતર્ગત વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકરના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે વન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘વૃક્ષોનું આપણા જીવનમાં અનેરૂ મહત્વ રહેલું છે. કોરોની વૈશ્વિક મહામારીમાં આપણને ઓક્સિજનનું મહત્વ સમજાયું છે. સરકારની સાથે સમાજ પણ વૃક્ષો માટે જાગૃત થઈ રહ્યો છે. ગુજરાતમાં જો સૌથી વધુ વૃક્ષો ધરાવતા જિલ્લાની વાત આવે તો ખેડા અને આણંદનું નામ મોખરે આવે છે. આ તકે તેમણે વધુમાં વધુમાં વૃક્ષોનુ; વાવેતર કરીને પર્યાવરણની રક્ષા કરવા માટે સૌને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યશ્રી જનકભાઈ બગદાણા, કોર્પોરેટરશ્રીઓ, અગ્રણીશ્રી જેરામભાઈ ભુવા, ગ્રીન આર્મી ગ્રુપના સદસ્યો તેમજ એલીગેન્જા એપાર્ટમેન્ટના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed