November 21, 2024

રાજપારડી ખાતે વીજ કંપનીના વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના નિવારણની માંગ કરી

Share to

રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા


ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે વીજ કર્મીઓએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેને સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા વર્ગ ૩ અને ૪ ના ટેકનિકલ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજુઆત કરી હતી. જીયુવીએનએલ ના જનરલ મેનેજરને ઉદ્દેશીને આપેલ આવેદનમાં જણાવાયું હતું કે જીયુવીએનએલ માં ફરજ બજાવતા વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓ જીવના જોખમે રાત દિવસની પરવાહ કર્યા વિના ફરજ બજાવે છે.

આ કર્મચારીઓના પગાર ધોરણ અને પગાર ભથ્થાઓમાં વિસંગતતાઓ હોવાથી તેમને આર્થિક નુકશાન થઈ રહ્યું છે..તેથી તેઓના પગાર ધોરણ મુજબના બધા લાભ આપવા માંગ કરી હતી. આ કર્મચારીઓ જીવના જોખમે કામ કરતા હોવાથી કર્મચારીઓ ની માંગ હતી કે રીસ્ક એલાઉન્સનો લાભ આપવો, સાતમાં પગાર પંચ મુજબ એચ આર એ નો લાભ આપવો ઉપરાંત બીજા અને ચોથા શનિવારની રજાઓનો લાભ આપવાની પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી. તેમજ ઓવર ટાઇમનો લાભ આપવા ઉપરાંત નિવૃત્તિ બાદ મેડિકલ સુવિધાઓનો લાભ આપવા પણ માંગ કરવામાં આવી હતી…

#દૂરદર્શી ન્યૂઝ


Share to