રિપોર્ટર…. નિકુંજચૌધરી. દૂરદર્શી ન્યૂઝ
માંડવી-157 વિધાનસભાના આમ આદમી પાર્ટીના જન સંપર્ક કાર્યાલયનું ઉદઘાટન શ્રી સમંત ગઢવી હસ્તે કરવામાં આવ્યું. સાથે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રીશ્રી પ્રવિણભાઈ રાઠોડ, સુરત જિલ્લા પ્રમુખશ્રી કેતનભાઈ પટેલ તથા તાપી જિલ્લાના પ્રમુખશ્રી સાગરભાઈ વસાવા, માંડવી વિધાનસભાના સંગઠન મંત્રીઓ શ્રી ચીમનભાઈ ચૌધરી, રૂસ્તમભાઈ ગામીત, રાયસીંગભાઈ ચૌધરી તથા તાપી જિલ્લા મહિલા પ્રમુખશ્રી નિમિષાબેન તથા ઉપ પ્રમુખ શયનાબેન રુસ્તમભાઈ ગામીત સાથે મોટી સંખ્યાંમાં કાર્યકરતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમંત ગઢવી દ્વારા જનતાના પ્રાથમિક મુદ્દાઓ જેવા કે વિજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય, રોજગારીના મુદાઓ પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ સ્થાનિક સરકારી શાળા માંડવી અંધાત્રીની મુલાકાત લીધી હતી. ત્યારપછી સરકારી હોસ્પિટલ માંડવી ખાતે સરકારી હોસ્પિટલના ધારણાં પર બેઠેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓની મુલાકાત લીઘી હતી.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો