જૂનાગઢ ના યુવા ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજયભાઈ દોમડિયાના નેતૃત્વમાં સમગ્ર આયોજન કરાયું વતનથી દૂર વસવાટ કરતા શ્રમિકોમાં આ ગણેશ મહોત્સવ દ્વારા આનંદ અને ઉત્સાહનું સિંચન થાય છે – સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા
ધારાસભ્યો જવાહરભાઈ ચાવડા, ભીખાભાઈ જોષી, હર્ષદભાઈ રિબડિયા, ડો.ડી.પી. ચિખલીયા, ગીરીશભાઈ કોટેચા, હરેશભાઈ પરસાણા સહિત રાજકીય તેમજ સમાજિક અને સેવાભાવી ક્ષેત્રના આગેવાનોએ આરતીમાં ભાગ લીધો તેમજ
ગણપતિ વિસર્જન બાદ સમુહ પ્રસાદનું આયોજન પણ કરાયું
જૂનાગઢના ધોરાજી રોડ સ્થિત વિનય ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડમાં સતત ૨૩માં વર્ષે ગણેશ મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. અગિયાર દિવસ સુધી ઔદ્યોગિક વિસ્તારમાં ઉજવાયેલા આ ગણપતિ મહોત્સવમાં શહેરના રાજકીય, સામાજિક, સેવાભાવી આગેવાનો, નેતાઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વગેરેએ હાજર રહીને આરતીનો લાભ લીધો હતો. વિસર્જનના દિવસે રાત્રે સમુહ પ્રસાદનું આયોજન કરાયું હતું.
જૂનાગઢના યુવા ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજયભાઈ દોમડિયાના નેતૃત્વમાં વિનય ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓ તેમજ આસપાસમાં રહેતા કર્મચારીઓ માટે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમુહલગ્ન પ્રણેતા અને સમાજ સેવક હરસુખભાઈ વઘાસિયાએ આ અંગે વધુમાં જણાવ્યું છે કે, ઔદ્યોગિક વિસ્તારમાં ૨૨ વર્ષ પહેલા શરૂ થયેલો આ ગણેશ મહોત્સવ આજે શ્રમિકો માટે એકતાનું પ્રતિક બની ગયો છે. પોતાના વતનથી દૂર વસવાટ કરતા શ્રમિકો અને કામદારોના જીવનમાં આનંદ અને ઉત્સાહનું સિંચન કરવા માટે આ ગણેશ મહોત્સવ માધ્યમ બની રહ્યો હતો.
ગણેશ મહોત્સવમાં ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ભીખાભાઈ જોષી, હર્ષદભાઈ રિબડિયા, અગ્રણી તબીબ ડો.ડી.પી.ચિખલીયા, મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટે.ચેરમેન હરેશભાઈ પરસાણા, અગ્રણી ભાવેશભાઈ વેકરિયા, ડાયમંડ એસો.ના પ્રમુખ વિનુભાઈ ઝાલાવાડિયા, સરદારધામના પ્રમુખ જેન્તીભાઈ વધાસિયા, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અતુલભાઈ શેખડા, આપના શહેર પ્રમુખ ચેતનભાઈ ગજેરા, કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ, પૂર્વ મેયર ધીરૂભાઈ ગોહેલ, અગ્રણી બિલ્ડર ગોવિંદભાઈ રામ, આહિર અગ્રણી હમીરભાઈ રામ, કર્મચારી મંડળના પ્રમુખ હરેશભાઈ વઘાસિયા, સરદારધામના કન્વીનર પ્રકાશભાઈ ભંગડિયા, કપિલભાઈ સુદાણી, ખોડલધામના કન્વીનર પરેશભાઈ ડોબરિયા, જેસીઆઈના કિશોરભાઈ ચોટલીયા, ચેનભાઈ સાવલિયા, પાર્થભાઈ પરમાર, જગદિશભાઈ મદાણી વગેરે જુદા જુદા દિવસોની આરતીમાં હાજર રહ્યા હતા.
ગણપતિની આરતીમાં દરરોજ લમ્પી વાયરસથી પશુઓ મુક્ત થાય અને વિશ્વકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વિજયભાઈદોમડિયા અને રમેશભાઈ દોમડિયા દ્વારા વિસર્જન વિધિ કરવામાં આવી હતી. વિસર્જન બાદ સાંજે યોજાયેલા સમુહ પ્રસાદના કાર્યક્રમમાં આગેવાનો, ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આસપાસમાં વસવાટ કરતા શ્રમિકોને પણ પ્રસાદનો લાભ અપાયો હતો. આયોજનને સફળ બનાવવા પંડિતજી, નિલેશભાઈ દોમડિયા, માલદેભાઈ, નરેન્દ્રભાઈ, કિશનભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ, સુભાષભાઈ, રામભાઈ, રાકેશભાઈ, હરીભાઈ સહિતના સ્ટાફના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો