November 21, 2024

નેત્રંગ મુકામે મંગળવારી હાટ બજાર ચાલું કરવા બાબતે મામલતદાર ને નાના-મોટા વેપારીઓએ લેખિતમાં રજુઆત કરી.

Share to



નેત્રંગ મુકામે દર મંગળવારે ભરાતા મંગળવારી હાટ બજારમાં નાની – મોટી જીવન જરૂરીયાતની ચીજવસ્તુ વેચી વેપારીઓ પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવીએ છે. પરંતુ, કોરોના મહામારીને કારણે તેઓની હાલત ખુબ જ દયનીય રીતે કફોડી બની ગઇ છે તેમજ અમુક નાના વેપારીઓ ભાડાના મકાનમાં રહેતાં હોય તેઓ ઉપર ભાડા પણ ચઢી ગયેલા છે. આવી પરિસ્થિતિમાં નાના-મોટા વેપારીઓને જીવન ગુજારવું ખુબ જ કઠિન છે. થોડાં સમય અગાઉ મંગળવારી હાટ બજાર ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના મહામારીની બીજી લહેર આવતાં પુન: મંગળવારી હાટ બજાર બંધ કરી દેવામાં આવેલ છે.

મંગળવારી હાટ બજાર કોરોના મહામારીને કારણે છેલ્લા પાંચ માસથી બંધ છે. જેના કારણે તમામ નાના તેમજ ગરીબ વેપારીઓનું જન – જીવન ખોરવાઇ ગયેલુ છે. તથા નાના વેપારીઓ નું અસ્તિત્વ ટકાવી રાખવું હવે ખુબ જ અઘરું લાગે છે. તથા ૨ ટાઇમના રોટલા કાઢવામાં પણ ખુબ જ મુશ્કેલી પડે છે. હાટ બજારમાં નાના નાના વેપારી ગરીબ પ્રજાના ખિસ્સા ખર્ચ મુજબનો સસ્તો અને સારો જીવન જરૂરિયાતનો સામાન તેમજ કપડા વેચાણ માટે લાવતા હોય છે. તેમજ હાટ બજારમાં સસ્તા અને તાજા શાકભાજી મળતાં હોવાથી મોટા લોકો થી લઇને ગરીબમાં ગરીબ માણસ પણ હાટ બજારમાં ખરીદી માટે આવે છે. છેલ્લા કેટલાક સમયથી હાટ બજાર ના વેપારીઓ બેકારી ભોગવી રહ્યા હતા.

હાલમાં, ઝઘડીયા, રાજપારડી, ઉમલ્લા, મોસાલી, ઝંખવાવ તથા સુરત જીલ્લાના તમામ હાટબજારો ચાલુ થઇ ગયેલા છે, નેત્રંગ તાલુકાની આજુબાજુની પ્રજાને નેત્રંગ મુકામે મંગળવારી ભરાય તો સસ્તા ભાવે ચીજ – વસ્તુઓ મળી શકે તેમ છે તેમજ અમો નાના – મોટા વેપારીઓને રોજીરોટી મળી શકે અને અમારી જીવાદોરી મળી શકે તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા મહેરબાની કરશોજી.

જો મંગળવારી ચાલુ કરવામાં આવે તો નાના-મોટા વેપારીઓ રોજીરોટી મળશે અને તેઓ ફરી જીવન પરત સારી રીતે ચાલુ થઇ શકે તેમ છે, વેપારીઓને મંગળવારી ચાલુ કરવા માટે પરવાનગી આપે તો તે તમામ વેપારીઓ સોશીયલ ડિસ્ટીન્સીંગનું પાલન તેમજ ફરજીયાત માસ્ક પહેરશે તેમજ સાવચેતી રાખવાની ખાત્રી આપેએ છે.

*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા, નેત્રંગ*


Share to

You may have missed