November 21, 2024

નેત્રંગના કૃપથી ધાયલ વાનરબાળને જંગલ ખાતાની ટીમે રેસ્ક્યુ કર્યુંખેડૂતને જોડે રાખી કપીરાજની ટ્રીટમેન્ટ ડોક્ટર વેટરનરી ડોક્ટર કરી

Share to



નેત્રંગના કૃપથી ધાયલ વાનરબાળને જંગલ ખાતાની ટીમે રેસ્ક્યુ કર્યો હતો. કૂપ ગામનાં ખેડૂત ઘાસચારો લેવાં જંગલ માં જતાં ધાયલ વાનર બાળ ખેડૂત પાસે આવી ચડ્યું હતું. ઘાયલ વાનરને ખેડુતે જોતાં દયા આવતા ઘરે લઈ ગયા હતાં. અને તત્યારબાદ જંગલ ખાતાને જાણ કરવામાં આવી હતી.
નેત્રંગના કૃપ ગામના ખેડૂત ચંદ્રસિંગ હરી વસાવા અને એમના ધર્મપત્ની ઘાસચારો લેવા શનીવારે જંગલમાં ગયા હતાં. ઘાસચારો કાપતી વખતે અચાનક કપિરાજનું બચ્ચું ખેડૂતના ખબે બેસી ગયું હતું. અચાનક કપિરાજ ખભે આવી જતા ચંદ્રસિંગ ઢઘાઈ ગયાં હતાં.ખેડુતે પીછો છોડવવા ઘણાં પ્રયત્નો કર્યાં પરંતું વાનર બાળ છુંટુ પડ્યું નોહ્તું. વાનર બાળ ફરી ખેડૂતની છાતીએ વળગી પડ્યું હતું. ખેડૂતે વાનરબાળને દૂર કરવાં કોશિશ કરી પણ વાનરબાળના ગળાની ફરતે તાર વીંટળાયેલો જોતાં ખેડૂતને દયા આવી ગઈ. અને ઘરે લઈ જવનો નિર્ણય લીધો. ખેડૂત જોડે કપિરાજને જોતા ગામના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ઘરે આવી લોકોએ પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ કપિરાજ ખેડૂત સિવાય કોઈને પણ પાસે આવવા દેતું નોહ્તું. અંતે ખેડૂતે જંગલખાતાને જાણ કરતા જંગલ ખાતાની ટીમ કૂપ પહોંચી હતી. ટીમે વાનરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અનેક પ્રકારનો ખોરાક અને લાલચ આપી હતી. કલાકોની મેહનત બાદ ફોરેસ્ટની ગાડીમાં બેસાડી કપિરાજને નેત્રંગ પશુ દવાખાને પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાં કચેરી એ પહોંચ્યા બાદ કપિરાજે તોફાન મચાવ્યું હતું . અંતે ફરી ખેડૂત ચંદ્રસિંહ વસાવાને બોલાવી તેને જોડે રાખી કપીરાજની ટ્રીટમેન્ટ ડોક્ટર વેટરનરી ડોક્ટર કરી હતી. હાલ વાનરને ટ્રીટમેન્ટ આપી જંગલ ખાતા ની કચેરી એ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો

*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા, નેત્રંગ*


Share to

You may have missed