November 21, 2024

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના ઈસમોએ જીઆઇડીસીમાં બહુ દાદાગીરી કરે છે તેમ કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી.

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડિયા તાલુકાના ભરૂચી આંબા (તલોદરા) ગામે રહેતા જીતેન્દ્ર મહેશભાઈ વસાવા તલોદરા ગામના કરણ વસાવા ના ત્યાં નાનું મોટું કામ કરવાની નોકરી કરે છે. ગતરોજ જીતેન્દ્ર તલોદરા ગામે તેના મિત્ર ઋસ્તિકના ઘરેથી તેના ઘરે ભરૂચી આંબા જતો હતો, તે દરમિયાન તલોદરા થી કડવા તળાવ જવાના રસ્તા પર નહેર પાસે પંકજ તેનો ભાઈ નિલેશ તથા નિખિલ ઉભેલા હતા, આ ત્રણેય જીતેન્દ્રને બોલાવતા તે ઉભો રહ્યો હતો અને તે વખતે પંકજે કહેલ કે તું ભલા સાથે જીઆઇડીસી માં દાદાગીરી કર્યા કરે છે, તારા હાથ ટાંટિયા ભાંગી નાખીશ અને તેમ કહી જીતેન્દ્રને ગાળો બોલવા લાગેલ હતો, જીતેન્દ્ર એ ગાળો બોલવાની ના પાડતા પંકજના નાનાભાઈ નિલેશે તેને તેમ ગમે તેમ ગાળો બોલવા લાગેલા, તે દરમિયાન પંકજ નજીકમાંથી લાકડીનો સોટો તોડી લાવેલો હતો અને પંકજે જીતેન્દ્રને બરડાના ભાગે બે સપાટા મળી દીધા હતા.

નિખિલે જીતેન્દ્રને ગાલ ઉપર તમાચા મારેલા હતા અને ત્યારબાદ પંકજ ધમકી આપી કહેતો હતો કે આજે તો તને માર પડેલ છે હવે પછી જો જીઆઇડીસીમાં દાદાગીરી કરશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. ઘટના સંદર્ભે જીતેન્દ્ર મહેશભાઈ વસાવા એ ઝઘડિયા પોલીસ મથકમાં પંકજ વસાવા, નિલેશ વસાવા, નિખિલ વસાવા ત્રણે રહે. તલોદરા તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

#દૂરદર્શી ન્યૂઝ


Share to