મોટા લાયજા.
અત્રેના વિસ્તારના ત્રણ દિવ્યાંગ વ્યક્તિઓને આજરોજ ટ્રાઇસિકલ તેમજ વ્હીલચેર નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બાડા દેઢિયા અને લાયજા મોટા ગામના લાભાર્થીઓને ટ્રાઇસિકલ અને વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી.
આ સેવાના કાર્યમાં દાતાઓ શ્રી હેત અનિલ ગાંગજી છેડા..
અ.નિ. બચુ બેન ધરમશી(કબુશેઠ) કલ્યાણ જી સોમૈયા- હસ્તે- દિપક સોમૈયા, જયેશ સોમૈયા.( મૂળ માંડવી હાલે અમેરિકા અને જય જિનેન્દ્ર અનામી દ્વારા મળેલ બે ટ્રાઇસિકલ અને એક વ્હીલચેર મોટા લાયજા બાડા દેઢિયા વિસ્તારના જરૂરત મંદ દિવ્યાંગોને અર્પણ કરવામાં આવેલ..
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દાતાઓના સહયોગથી તેમજ કે. સી.આર.સી. અંધજન મંડળ ભુજ ના સહયોગથી પાંચસોથી વધારે જરૂરત મંદ દિવ્યાંગોને સાધનો અર્પણ કરવામાં આવેલ છે.
આપણા કચ્છ સરહદના રક્ષક જવાનો માટે “મેડિંગ એડીકુરન્સ ફાઉન્ડેશન MAD” મુંબઈની સંસ્થા દ્વારા શ્રી હરેશભાઈ શાહ શ્રી પિયુષભાઈ શાહ દ્વારા કેળાના પાનના રેસામાંથી બનાવેલ તિરંગા રાખડીનું વિતરણ કરવામાં આવેલ. આ સંસ્થા દ્વારા મુંબઈ બહારના વિસ્તારો બાળકોના ઉત્ધાન માટે સેવાકીય કાર્યો કરી રહી છે.
હાલમાં ” હર ઘર તિરંગા” ના સમગ્ર રાષ્ટ્રના કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ આધાર સ્તંભ દ્વારા શ્રી અશ્વિનભાઈ ચંદન- નરા.
(માં ગ્રુપ ગૌશાળા ચેરી. ટ્રસ્ટ) દ્વારા કચ્છના જવાનો તેમ જ સરહદી વિસ્તારમાં ઘરોમાં તથા ગોધરામાં ઘર ઘર ધ્વજ ફરકાવવા માટે 2000 જેટલા ધ્વજો નો સહકાર મળેલ છે.
આજના ટ્રાઇસિકલ અને
વ્હીલચેર વિતરણ કાર્યક્રમમાં શ્રી અરવિંદભાઈ જોષી
( પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ) શ્રી સલીમભાઈ ચાકી, શ્રી ઉમાકાંત ભાઈ પંડ્યા, શ્રી મનુભા ઝાલા, શ્રી મેઘજીભાઈ ફુલીયા તેમજ દિવ્યાંગોના પરિવારજનો અને સ્થાનિક આગેવાનો હાજર રહેલ. કાર્યક્રમનું આયોજન અને સંચાલન સતારભાઈ મારા એ કર્યું હતું.
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો