September 7, 2024

વાલિયા તાલુકામાં રાજકિય હડકંપ બિટીપીના ૧૫૦થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો

Share to



તા.૧૩-૭-૨૦૨૧ વાલિયા,

સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ અને ત્યાર બાદ વિધાન સભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જુદી જુદી પાર્ટીઓમાંથી કાર્યકર્તાઓ અને ગામના સરપંચોને પોતાની પાર્ટીમાં જોડાવવા માટે હોડ જામી છે. તેવા સમયે btp પાર્ટી માંથી અસંતોષ પામેલાં આગેવાનો અને કાર્યકરો btpમાંથી કોંગ્રેસમાં જોડાતા જીલ્લાના રાજકારણમાં રાજકીય હડકંપ મચ્યો હતો.
વાલીયાની પોલીટેક્નિક કોલેજના હોલ ખાતે કોંગ્રેસની ગુરૂવારે કારોબારી બેઠક મળી હતી. બેઠકમાં બિટીપીના 150થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ પહેરી બિટીપીને અલવિદા કહ્યું હતું. મંગળવારે થયેલી સભાએ જીલ્લા ના રાજકારણમાં રાજકીય હડકંપ મચ્યો હતો.
સૂત્રોના અહેવાલ પ્રમાણે વાલિયા તાલુકાના પંચાયતના સભ્ય વિજય વસાવા, પુર્વ ટર્મના BTPના માજી ઉપપ્રમુખ બાબુ સોમજી ભમાડીયા ગામ તેમજ ન્યાય સમિતિ અઘ્યક્ષ વિજય વસાવા લુણા ગામ અને ફતેસિંહ વસાવા ધારોલી ગામનાં સક્રિય કાર્યકર સહિત ત્રણ ગામનાં સરપંચો કોંગ્રેસમાં જોડાયાના અહેવાલ સાંપડ્યા હતાં.
હસુ,ઘરમેન્દ્રસિંહ, સુલેમાન પટેલ, ફતેસિંગ વસાવા, વિજય વસાવા, વિજય વસાવા લુણા, બાબુ સોમજી, કીરીટ, રણજીતસિંહ અટોદરીયા ,સુઘીરસિંહ અટોદરીયા,ચંન્દુકાકા,ગુલામકાકા,હમીદકાકા,કીરણભાઈ, જયદિપસિંહ, શંકરભાઇ,બીપીનભાઈ,અશોકભાઈ,સતનામભાઈ, અનિલભાઈ, યોગેન્દ્રસિંહ વાંસીયા,સંજયભાઈ,સુરેન્દ્રભાઈ,સહદેવભાઈ, કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી,જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,કાશ્મીરાબેન અંરવિદ દોરાવાલા,સંદિપસિંહ માંગરોલા,શેરખાન પઠાણ, માનસિગ ડોડીયા,હિતેન્દ્રસિંહ ખેર, બીપીન વસાવા ,અશોક વસાવા જેવા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા.

*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા, નેત્રંગ*


Share to

You may have missed