ઈકરામ મલેક:રાજપીપળા, નર્મદા
સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબિશનના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્રના નંદુબાર ખાતેથી નર્મદા એલસીબી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
શ્રી એમ.એસ ભરાડા ઇન્ચાર્જ પોલીસ મહાન નિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદા ની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પરિણામ લક્ષી કામગીરી કરવાની સૂચના અનુસંધાને સાગબારા પોલીસ સ્ટેશન ના ચોપડે વર્ષ 2021 થી પ્રોહીબિશનના કામે નાસ્તા ફરતા આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ પૂનમચંદ સોની રહેવાસી નંદુરબાર મહારાષ્ટ્ર નવો ફરાર હોઈ આરોપીને શ્રી એ એમ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ સી બી નર્મદાનાઓએ ટેકનિકલ તેમજ ખાનગી બાદમીદારોને કામે લગાડી આરોપીની માહિતી મેળવી લીધી હતી.
અને એલ.સી.બી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.જી વસાવા હેડ કોન્સ્ટેબલ કૃષ્ણભાઈ તથા હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ નાઓને નંદુરબાર ખાતે મોકલી આરોપીને ઝડપી પાડી સાગબારા પોલીસ સ્ટેશનને હવાલે કરેલ છે.
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.