November 24, 2024

ઝગડીયા તાલુકાના ના ઉમલ્લા થી વેલુગામ ના નવનિર્મિત માર્ગમાં ભ્રષ્ટાચાર થયા નો આક્ષેપ…

Share to

રીપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવતા વાળું મટીરીયલ વાપર્યું હોવાના સ્થાનિકો ના આક્ષેપ..

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો -9978868200

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ઉમલ્લા થી વેલુગામ ના નવનિર્મિત માર્ગ માં આવતા નાના નાડા માં તિરાડો સહિત માર્ગ માં મસમોટા ખાડા પડી ગયા છે તથા માર્ગ માં આવતા નાડા નું કામ પણ હલકી કક્ષા નું બાંધકામ કરેલ હોઈ તે પણ ગમે ત્યારે આખા નાડા પણ ધસી પડે તેવી હાલત થઈ જતા બાંધકામ માં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું ઝગડીયા તાલુકા કોંગ્રસ ના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ છાશટીયા દ્વારા કહેવામાં આવ્યું હતું…

તેઓ એ વાત કરતા જાણવ્યુ હતું કે પેહલા વરસાદ માંજ માટી અને રોડ માં તિરાડો પડી જતા ક્યાંક ને ક્યાંક ઉમલ્લા થી વેલુગામ સુધી ના નવનિર્મિત રસ્તાનું કામ કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવતા વાળું મટીરીયલ વાપરી તેનો ઉપયોગ રોડ તેમજ નાડા માં કરતા તેમાં તિરાડો સહિત આ બાંધકામ ગમે ત્યારે ધસી પડવાની સ્થાનિકોને ભીતિ સેવાઈ રહી છે.. તથા આ કામ યોગ્ય રીતે નહીં કરી આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉંચારી હતી…

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ આજ રોડ ઉપર ઢૂંઢા ગામ નજીક આવેલ ખાડી ઉપર બની રહેલ પુલ ના બાંધકામ માં ચાલુ વરસાદ માંજ કર્મચારીઓ સિમેન્ટ અને રેતીનું મિશ્રણ વાળું મટીરીયલ પુલ ની રેલિંગ માં ઉપયોગ કરતા જોવા મળ્યા હતા ત્યારે આવી બેદરકારી થી પુલો અને રસ્તા નું કામ કરતા કોન્ટ્રાકટર પણ થુક પટ્ટી જેવું કામ કરી લોકો ના ટેક્સ ના પઇસા નો બગાડ કરી લોકોનીજ જિંદગી જોડે ખિલવાડ કરી જોખમ માં મૂકે તે ખરેખર સજા ને પાત્ર છે તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે..ત્યારે માર્ગ અને મકાન વિભાગ પણ આ રોડ અને રસ્તા ના કામ ની યોગ્ય ચકાસણી કરે તે જરૂરી બની ગયું છે..


Share to

You may have missed