November 21, 2024

માંડવી તાલુકા સરપંચ એસોસિએશન તરફથી પ્રાંત અધિકારીને સંબોધીને માંડવી તાલુકામાં ચાલતા એસ.ટી બસો ના જુના રૂટ અને જુના શિડ્યુલ પ્રમાણે ચાલુ કરવા આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી

Share to



રિપોર્ટર.. નિકુંજ ચૌધરી


છેલ્લા ઘણા સમયથી જુના શિડ્યુલ બસ ટ્રીપો બંધ કરી નવા શિડયુલ નહીં વત ચાલુ કરવામાંઆવ્યા છે. તેને લઇ ત્રાહિમામ પોકારતા વિદ્યાર્થીઓ .



સુરત જિલ્લાના માંડવી તાલુકો અતિપછાત વિસ્તાર ધરાવતો તાલુકો હોય. વારંવાર વન્ય પ્રાણીઓ દેખાતા લોકો ભયના ઓથા નીચે જીવી રહ્યા છે. છેક ગ્રામ્ય વિસ્તારથી માંડવી સુધી વિદ્યાર્થીઓને પહોંચવા માટે વિદ્યાર્થીના સાધનો મળી રહેતા નથી સમયસર શાળામાં પહોંચી શકાતું નથી. ત્યારે આ બાબતે વારંવાર એસટી તંત્રને વિદ્યાર્થીઓ મારફતે, રજૂઆતો પણ કરવામાં આવી હોય છે.અગાઉના દિવસમાં કુંવરજી સાહેબના લેટરથી પણ એસટી વહીવટી વિભાગને લેખિતમાં જાણ કરાઈ હતી . પરંતુ એસટી વિભાગના વહીવટી તંત્ર એ કોરોના સમય દરમિયાન જુના સિડ્યુલો બંધ કરી દીધા હતા. જે જુના સીડ્યુલ આજ સુધી ચાલુ કરવામાં આવેલ નથી. નવા શિડયુલ બનાવી વહીવટી તંત્ર વિભાગ તરફથી થોડા રૂટોની બસો ચાલુ રાખવામાં આવી છે. પરંતુ ઘણા ગ્રામ્ય લેવલ સુધી બસો દોડાવવામાં આવતી નથી. જેને લઇ માંડવી તાલુકાના વિદ્યાર્થી ગણ હેરાન પરેશાન થઈ જતા વિદ્યાર્થીઓ ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે માંડવી તાલુકા સરપંચ એસોસિએશન વિદ્યાર્થીઓના વહારે આગળ આવી, વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાન પર લઈ. આજરોજ માંડવી તાલુકા સરપંચ એસોસિએશન તરફથી માંડવી પ્રાંત કલેકટર સાહેબ જનમ ઠાકોરને આવેદન આપી માંડવી એસટી વિભાગ દ્વારા અગાઉના દિવસોમાં જે જુના સિડ્યુલ ચાલુ હતા. જેના સમય પ્રમાણે જે રૂટ પ્રમાણેની ટ્રીપો ગામડાઓમાં દડાવવામાં આવતી હતી. તે તમામ ટ્રીપો તે સમય મુજબ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે માંડવી તાલુકા સરપંચ એસોસિએશન તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.


Share to

You may have missed