November 22, 2024

નેત્રંગમાં ચાર દિવસમાં ૧૧ ઇંચ વરસાદ.ધોલીડેમ અને બલદેવા ડેમ ભરાતા ૧૯ ગામો હાઇએલર્ટ

Share to




નેત્રંગમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ ચાલુ રહેતા અગીયાર ઇંચ જેટલો વરસાદ વરસી પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.જળબંબાકારની સ્થિતિ ઉદભવતા અને કેટલાક ગામો સંપર્કવિહોણા થતાં તમામ પ્રાથમીક શાળાઓથી લઇ હાઇસ્કુલોમાંથી વિધાથીઁઓને રજા આપી દેવામા આવી છે.
         
જ્યારે નેત્રંગના બલદેવા ડેમમાં પાણીનું લેવલ ૧૪૦.૫૦ મીટર છે.જે ઓવર ફલો થી માત્ર ૧ મીટર બાકી છે.જેને લઇને નાની સિંચાઈ ધોલી પેટા વિભાગની કચેરીએ ડેમની હેઠવાસમાં આવેલ નેત્રંગ તાલુકા બલદેવા, કંબોડીયા,બોરખાડી,ઝરણા,ચાસવડ અને વાલીઆ તાલુકા દોલતપુર,ડહેલી,દેશાડ,શીર, કેસરગામ,સીંગલા,પીઠોરના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહી કરવા અને સાવચેતીથી રહેવા સુચના આપવામા આવી છે.
જ્યારે ધોલીડેમમાં ૧૩૫.૪૦ મીટર છે.ઓવરફલો સપાટી માત્રને માત્ર ૦.૬૦ મીટર બાકી હોવાથી સિંચાઇ વિભાગ થકી ડેમની હેઠવાસમાં આવેલા ઝધડીયા તાલુકા ધોલી,રઝલવાડા,બીલવડા,કંટોલ,મોટા સોરવા,કપાટ,તેજપુર,હરીપુરા,રાજપારડી,સારસા,વણાકપોર,જરસાડ અને રાજપુરાના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહી કરવા અને સાવચેતી રહેવા સુચના આપી દેવામા આવી છે.
પીંગોટ ડેમ પાણી નુ લેવલ ૧૩૮.૧૯ મીટર જે ઓવરફલોથી ૧.૫૧ મીટર જેટલો હજી બાકી છે.

*દૂરદર્શી ન્યુઝnવિજય વસાવા નેત્રંગ*


Share to