November 20, 2024

વિદ્યા સાધના યોજના હેઠળ ધો.૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને ભેટમાં સાયકલ આપવામાં આવે છે

Share to


સુરત:સોમવાર: રાજ્ય સરકારની મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલા સશક્તિકરણની સાથે તેમના શિક્ષણ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આવી જ એક રાજ્ય સરકારની ‘વિદ્યા સાધના યોજના’ હેઠળ ધો.૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવાના હેતુથી સાયકલ ભેટ આપવામાં આવે છે જેમાં અરજી કરાવા માટે ધોરણ ૯માં અભ્યાસ કરતી હોય તેનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો અને આવકનું પ્રમાણપત્ર રજુ કરવું અનિવાર્ય રહેશે.
આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં કુટુંબની આવક રૂ.૧,૨૦,૦૦૦ તથા શહેરી વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦ ધરાવતા પરિવારની બાળાઓને લાભ મળે છે. વિદ્યા સાધના યોજનાનો લાભ અંતર મર્યાદાના બાધ વિના રહેઠાણના સ્થળથી અન્ય ગામ/શહેર/સ્થળે શિક્ષણ મેળવવા જતી વિદ્યાર્થીનીને મળે છે. યોજના હેઠળ લાભ લેવા માટે શાળા દ્વારા વિદ્યાર્થીઓના ફોર્મનું લિસ્ટ તૈયાર કરીને જિલ્લાકક્ષાએ મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ વિભાગ કચેરી ખાતે ડિઝીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન મોકલી આપવામાં આવે છે. મદદનીશ કમિશનર કચેરી તેમજ આદિજાતિ વિકાસની જિલ્લા કચેરીઓ દ્વારા વિદ્યા સાધના યોજનાનું અમલીકરણ થાય છે.


Share to

You may have missed