(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૬
ભારતીય વાસુસેનામાં એક પિતા અને પુત્રીની જાેડી પોતાની ખાસ ઉપલબ્ધિના લીધે ચર્ચામાં છે. ફ્લાઇંગ ઓફિસર અનન્યા શર્માએ પોતાના પિતા ફાઇટર પાયલોટ સાથે ઉડાન ભરનાર પ્રથમ મહિલા ભારતીય પાયલોટ બની ગઇ છે. ભારતીય વાયુસેનાના હોક ૧૩૨ એરક્રાફ્ટ ઉડાન ભરનાર પ્રથમ પિતા-પુત્રીની જાેડી છે. પોતાના પિતાના પદચિન્હો પર ચાલનાર અનન્યા શર્માએ એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે જેના પર તેમના પિતાને પણ ગર્વ છે. એર કમાંડર સંજય શર્મા અને તેમની પુત્રી અનન્યા શર્માએ ૩૦ મેના રોજ આ ઉડાન ભરી. ભારતીય વાયુસેનામાં આ પહેલી તક છે અને પિતા-પુત્રીની જાેડીએ ઇતિહાસ રચ્યો છે. ભારતીય વાયુસેનાના અનુસાર કર્ણાટકના બીદરમાં એક હોક- ૧૩૨ એરક્રાફ્ટ સાથે ઉડાન ભરી. સોશિયલ મીડિયા પર પિતા અને પુત્રીની તસવીરો વાયરલ થઇ રહી છે. અનન્યા શર્માએ બાળપણથી પોતાના પિતાને ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલોટ તરીકે જાેયા. તેમની બીજા પાયલોટ જેવી બોન્ડીંગને જાેઇ. ભારતીય વાયુસેનાના આ માહોલમાં ઉછરેલી અનન્યાએ કોઇ બીજી નોકરીની કલ્પના પણ કરી ન હતી. આગળ જતાં તેમણે જે વિચાર્યું તે થયું. આ બધા વચ્ચે કંઇક એવું થયું જે પહેલાં ક્યારેય થયું નહી. ૨૦૧૬ માં ૈંછહ્લ પહેલી મહિલા ફાઇટર પાયલોટની સેવામાં આવ્યા બાદ અનન્યાએ પણ જાેયું કે સપના હવે પુરા કરવાની એક સંભાવના છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં બીટેક પુરૂ કર્યા બાદ અનન્યાને ભારતીય વાયુસેનાની ઉડાન શાખાની ટ્રેનિંગ માટે સિલેક્ટ કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૨૧ માં એક ફાઇટર પાયલોટના રૂપમાં કમીશન આપવામાં આવ્યું. અનન્યાના પિતા એર કમાન્ડર સંજય શર્માને ૧૯૮૯ માં ૈંછહ્લ ના ફાઇટર સ્ટ્રીમમાં કમીશન કરવામાં આવ્યા હતા. તેમને લડાકૂ અભિયાનોનો વ્યાપક અનુભવ છે. વર્ષ ૨૦૧૬ માં ભારતીય વાયુસેનામાં પહેલીવાર ૩ મહિલા ફાઇટર પાયલોટ સામેલ થઇ. વર્ષ ૨૦૧૫ ઓક્ટોબર મહિનામાં ભારત સરકારે ભારતીય વાયુસેનામાં મહિલા લડાકૂ પાયલોટોને સામેલ કરવાની મંજૂરી આપી હતી. ૧૯૯૧ થી જ વાયુસેનામાં મહિલા હેલિકોપ્ટર અને ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ ઉડાવતી આવી છે પરંતુ તેને લડાકૂ વિમાનોથી દૂર રાખવામાં આવી હતી.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.