November 21, 2024

નૌસેનાના સહ પ્રમુખે મહિલાઓ માટે ખાસ જાહેરાત કરીઅગ્નિવીરોની ભરતીમાં ૨૦ ટકા મહિલાઓ માટે અનામતની જાહેરાત

Share to



(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૬
ભારતીય નૌસેનામાં મહિલા અગ્નિવીરો માટે ૨૦ ટકા પદ અનામત રાખવામાં આવશે. નૌસેનાના સહ પ્રમુખ એડમરિલ એસ એન ઘોરમાડેએ જાહેરાત કરી છે. ભારતીય નૌસેનામાં અગ્નિપથ સ્કીમ હેઠળ કુલ ૩૦૦૦ પદો પર અગ્નિવીરોની પસંદગી કરવામાં આવશે. એવામાં કુલ ૬૦૦ પદ મહિલાઓ માટે હશે. મંગળવારે રાજધાની દિલ્હીમાં એક મીડિયાને સંબોધિત કરતાં સહ નૌસેનાધ્યક્ષએ સ્પષ્ટ કહ્યું કે જે મહિલા અગ્નિવીર ભારતીય નૌસેનામાં સામેલ થશે. તેમની તૈનાતી નેબલ બેસથી લઇને યુદ્ધપોત સુધી જશે. આ પ્રકારે પહેલીવાર મહિલાઓને નેવીમાં નૈસૈનિક બનવાની તક આપવામાં આવી રહી છે. અત્યાર સુધી નૈસેનામાં મહિલા અધિકારી રેંક પર તો છે પરંતુ સેલર એટલે કે નૌસેનાનિકના પદ પર નથી. અગ્નિપથ સ્કીમના હેઠળ ૨૫ ટકા મહિલા અગ્નીવીરોને નૌસૈનિક બનવાનો અવસર પ્રાપ્ત થશે. નૌસેનામાં અગ્નિવીર બનવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ૧ જુલાઇથી શરૂ થઇ ચૂક્યા છે. જાણકારી અનુસાર અત્યાર સુધી ૧૦ હજાર મહિલાઓ અગ્નિપથ સ્કીમ હેઠળ નૌસેનામાં રજીસ્ટર કરી ચૂકી છે. આ દરમિયાન ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોનું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યું છે. ૨૪ જૂનથી ૫ જુલાઇ (એટલે કે મંગળવારે સવારે ૧૦ વાગ્યા સુધી) ૭ લાખથી વધુ અભ્યાર્થીઓએ અગ્નિપથ સ્કીમ હેઠળ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાયુસેનામાં આ વર્ષે કુલ ૩૦૦૦ અગ્નિવીરોના પદ છે. સૂત્રોના અનુસાર દર વર્ષે લગભગ એટલા જ ઉમેદવાર એરમેન બનવા માટે એપ્લાય કરે છે. પરંતુ ગત બે વર્ષમાં વાયુસેનામાં ભરતીઓ થઇ ન હતી અને એટલા માટે આ વર્ષે થોડી વધુ અરજીઓ આવી છે. થલસેનાની પહેલી રિક્રૂટમેંટ રેલી ૧૦ ઓગસ્ટના લુધિયાણા અને બેંગલુરૂમાં થશે. જાણકારી અનુસાર સેનાના ૭૩ આર્મી રિક્રૂમેંટ ઓફિસ એટલે એઆરઓમાંથી ૪૦એ ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. બાકી ૩૩ પણ અઠવાડિયા સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરી દેશે.


Share to

You may have missed