November 21, 2024

ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી રૂ.૨૨૯.૮૦ કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકા નિર્મિત સિંગણપોરના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેકટનું લોકાર્પણ થશે

Share to


સુરત:શનિવાર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ તા.૧૧મી જુલાઈએ સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે, જેમાં મનપાના ડ્રેનેજ વિભાગ દ્વારા અમૃત મિશન યોજના અંતર્ગત સિંગણપોર ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ૧૫૫ એમ.એલ.ડી. ક્ષમતાથી રપપ એમ.એલ.ડી. ક્ષમતા સુધી વિસ્તૃતિકરણ તેમજ હયાત ૧૫૫ એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું અપગ્રેડેશન સહિતની આનુષાંગિક કામગીરીનું લોકાર્પણ કરશે.
સરકારશ્રીની અમૃત યોજના, ૧૪મા નાણાપંચ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નાણાંકીય સહાય દ્વારા કુલ રૂ.૨૨૯.૮૦ કરોડનો પ્રોજેકટ તૈયાર કરાયો છે. તાપી નદી પર સાકારિત થનાર સુચિત બેરેજના ઉપરવાસમાં સ્થિત પ્લાન્ટના તાપી નદીમાં ઠલવાતા ટ્રીટેડ સુએઝ ડીસ્પોઝલ પોઈન્ટને ધ્યાને રાખી સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે કુલ રપપ એમ.એલ.ડી. ક્ષમતાના ફાયબર ડિસ્ક ફિલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જે થકી વોટર બોડી ડિસ્ચાર્જ/સ્ટ્રેન્જન્ટ ડિસ્ચાર્જ પેરામીટર મેળવવામાં આવશે. આ સાથે પર્યાવરણ હિતમાં પ્લાન્ટ ખાતે ૧.૦૦ Mwe ક્ષમતાનો સ્થાપિત બાયોગેસ બેઈઝડ પાવર પ્લાન્ટ તેમજ આનુષાંગિક અન્ય પ્રકલ્પોનું નવીનીકરણ કરાયું છે. જે સુરત મહાનગરપાલિકાને પ્લાન્ટ ઓપરેશન માટેના વીજ પુરવઠા બિલમાં ઘણાં અંશે રાહતરૂપ રહેશે. નોર્થઝોનમાં સમાવિષ્ટ પારસ, સિંગણપોર, કંતારેશ્વર, ભરીમાતા તથા સિંગણપોર સુએઝ પમ્પીંગ સ્ટેશન હેઠળના ડ્રેનેજ કેચમેન્ટ વિસ્તાર ઉપરાંત તાપી નદી શુધ્ધિકરણ અંતર્ગત વિયર-કમ-કોઝવેથી હેઠવાસમાં તાપી નદી ડાબા કાંઠા સ્થિત કોતર નં.૭ તથા કોતર નં.૯ ના આઉટલેટસ સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેચમેન્ટ હેઠળ કુલ ૧૯૮૪ હેકટર વિસ્તાર આવરી લેવામાં આવ્યા છે. આ સુવિધા અંતર્ગત વર્ષ ૨૦૩૪ સુધી અંદાજિત ૧૩.૫૦ લાખ વસ્તી તેમજ વર્ષ ર૦૪૮ સુધી અંદાજિત ૧૫.૮૧ લાખ વસ્તી આવરી લેવામાં આવશે.
-૦૦-


Share to

You may have missed