સાગબારા તાલુકાના ખોપી ગામની પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કરાયેલું સુચારૂં આયોજન
————–
રાજપીપલા, શનિવાર :- નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામના બે ફળીયામાં પીવાના પાણીની સમસ્યા વિષે તાજેતરમાં કેટલાંક સ્થાનિક વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ થયેલા એ અખબારી અહેવાલ અંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, ખોપી ગામની પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તે માટે સાગબારા ડેડીયાપાડા જુથ પાણી પુરવઠા યોજનામાં ખોપી ગામનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમા ગામ સુધી સમ્પમા પાણી પુરુ પાડવાની જોગવાઈ હતી જેમા સમ્પની નજીકના વિસ્તારમા આવેલ હયાત મીની યોજનાને જોડી યોજનાનો લાભ ગ્રામજનોને મળે તે મુજબ પાણી પુરવઠો શરૂ કરવામાં આવેલ છે અને તેનો લાભ ગ્રામજનો મેળવી રહ્યા છે. ખોપી ગામના ટેકરા ફળીયા વિસ્તાર-ઉચાણ સદર યોજનામાં જોડાયેલ નથી તેજ પ્રકારે સાગબારા તાલુકાના બાકી રહેતા ફળીયાઓને યોજનાથી જોડવા સાગબારા ફળીયા કનેક્ટીવીટી યોજના મંજુર કરવામાં આવેલ છે, જેના ટેન્ડરને તા.૦૨/૦૭/૨૦૨૧ થી મંજુરી મળેલ છે. જે યોજના અંતર્ગત ખોપી ગામના ટેકરા ફળીયાને યોજનાથી જોડતી પાઇપલાઇન નાંખી ટુંક સમયમા પીવાનુ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ઉપરાંત ખોપી ગામના તમામ ઘરોને પાણી મળે તે માટે ‘જલ જીવન મિશન’ અંતર્ગતની હર ઘર જલ યોજનામાં આવરી લેવામાં આવેલ છે. જેના મારફત ગામના તમામે તમામ ઘર સુધી પાઇપલાઇન મારફત પીવાનુ શુધ્ધ પાણી પુરુ પાડવાનુ આયોજન કરવામાં આવેલ છે. ખોપી ગામની હરઘર નલ યોજનાને અંદાજીત કિંમત ૮૭ લાખ માટે જીલ્લા જળ સમિતીની બેઠકમા મંજુરી આપવામાં આવેલ છે તથા સદર યોજનાની કામગીરી ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ છે. આમ ખોપી ગામની પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તે મુજબ પાણી પુરવઠા અને વાસ્મો દ્વારા આયોજનબધ્ધ રીતે કાર્યવાહી હાથ ધરાયેલ હોવાનું પણ ઉક્ત સ્પષ્ટતામાં વધુમાં જણાવાય
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.