રાજપીપળા ના કેટલાંક અસામાજિક તત્વો દ્વારા સોસીયલ મીડિયા મા નૂપરું શર્મા ના પયગંબર સાહેબ વિરુદ્ધ ના કથન ને ટેકો આપતા લખાણો લખાયા હોવા અંગે અગ્રણી દ્વારા રજુઆત
ઈકરામ મલેક:-રાજપીપળા
ભારતીય જનતા પાર્ટી ના પ્રવકતા નૂપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મ ના સ્થાપક અને મહાન પયગંબર વિશે અભદ્ર ટિપ્પણી કરતા આખા વિશ્વ મા તેની સામે આક્રોશ ફાટી નીકળ્યો છે, વિશ્વ ના તમામ ઇસ્લામિક દેશો એ આ બાબત ની નોંધ લઈ પોતાનો કડક સંદેશ ભારત ની સરકાર સમક્ષ નોંધાવતા ભારતીય જનતા પાર્ટી ના બે હોદ્દેદારો પૈકી એક ને સસ્પેન્ડ અને બીજા ને પાણીચુ આપી દેવાયું છે. પણ આ પગલું પૂરતું ના હોઈ પયગંબર સાહેબ (સ.અ. વ) વિરુદ્ધ ખરાબ ટિપ્પણી કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરાઈ રહી છે.
ત્યારે આજે નર્મદા જિલ્લા ના રાજપીપળા મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરી એ જઈ કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવી દોષી ઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે સાથે એક અગ્રણીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે રાજપીપળા ના કેટલાંક અસામાજિક તત્વો દ્વારા નૂપુર શર્મા ની ટિપ્પણી ને ટેકો આપતા લખાણો સોસીયલ મીડિયા મા લખાયા હોવાની વાત કરી આવા તત્વો સામે નર્મદા જિલ્લા પોલીસ વડા આ મામલે સોશિયલ મીડિયા ઉપર મોનીટરીંગ કરાવી નગર ની શાંતિ ને જાળવી રાખવા પગલાં લે તેવી પણ માંગ કરી છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.