દુરદર્શી ન્યુઝ નર્મદા
છેલ્લા કેટલાક દિવસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં છુટા કરી દેવાયેલા સફાઈ કામદારોને લઈને ભારે ચર્ચા ચાલી રહી હતી સ્થાનિકોને અન્યાય થાય છે એવી પણ વાત ચાલી રહી હતી. એવા મા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ તરફ થી સ્પષ્ટતા કરવામાં આવી હતી. એ મુજબ છુટા કરાયેલા કામદારો જે કંપની તરફ થી કામ કરી રહ્યા હતા એ કંપની ભારત વિકાસ ગ્રૂપ એ પોતાનો કરાર પૂરો થતાં તેમને કામદારો ને છુટા કર્યા હતા
વધુ મા સ્ટેચ્યુ સત્તા મંડળ દ્વારા સ્થાનિકો ને વધુ મા વધુ રોજગારી ના અવસરો મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે, તેમજ છુટા કરાયેલા કર્મચારીઓ ની સંખ્યા 150 નહિ પણ 80 જેટલી હોવાની હકીકત છે, તેમજ 26 જેટલા કર્મીઓ ને અલગ અલગ જગ્યાઓ ઉપર પરત કામે લઈ પણ લેવામાં આવ્યા છે. અને બાકી ના અન્યો ને ભારત વિકાસ ગ્રૂપ કમ્પની દ્વારા તેઓ અન્ય પ્રોજેક્ટ મા સમાવી લેવા ની કામગીરી ચાલી રહી છે તેવું સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા એક યાદી મા જણાવવામાં આવ્યું છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.