October 16, 2024

ઝઘડિયા GIDC માં આવેલ આરતી કંપનીના 800 થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા..ઘણા સમય થી આરતી કંપની માં કર્મચારીઓ નું શોષણ થઈ રહ્યું છે :::કર્મચારીઓ

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

કંપનીના ના હોદેદારો દ્વારા કર્મચારીઓની માંગણી નહી સ્વીકારતા કંપની ગેટ સામે કર્મચારીઓએ હલ્લાબોલ કર્યો…

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા જી આઈ ડી સિ માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં 800 થી વધુ કર્મચારીઓએ ચાલુ કામ બંધ કરી ગેટ બહાર નીકળી જઈ ને વિરોધ નોંધાવ્યો હતો , આરતી ઇન્ડસ્ટ્રીઝ ના કામદારો નું કેહવું છે કે કર્મચારીઓ સાથે શોષણ થતું હોવાથી કેટલાક કામદારોએ કંપની હાલ છોડી મૂકી છે, હાલમાં કંપનીમાં કામદારોને રિઝાઇન મૂકવાનું સિલસિલો ઘણા સમય થી યથાવત્ છે જેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા કંપનીએ એક નવો પેંતરો અપનાવ્યો છે જેમાં પણ કામદાર કંપની છોડવા માંગે અને રિઝાઇન મૂકે તેના ત્રણ મહિના નો નોટીસ સમાયગારો આપવામાં આવે છે એટલે કે કામદારે ત્રણ મહીના કામ કરી પછી જ કંપની છોડીને જઈ સકે છે નહીં તો તે કંપની ના છોડી શકે…

દૂરદર્શી ન્યૂઝ બ્રેકીંગ

આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ નવા નિયમ લાગુ કરતા આજ રોજ કંપનીના 800 થી વધુ કામદારો કામ છોડી ગેટ પર હલ્લાબોલ કર્યો હતો નિયમ મુજબ કોઈ કર્મચારી કામ છોડવા માંગતો હતો તે રિઝાઈન મૂક્યા બાદ એક મહિનો કામ કરવું પડે છે પરંતુ હાલમાં કંપનીના નવા નિયમ મુજબ રિઝાઈન મૂક્યા પછી ત્રણ મહિના સુધી કામ કરવાના કાયદાનો વિરોધ કામદારો દ્વારા નોંધાવ્યો હતો કર્મચારીઓ દ્વારા કહેવાયું હતું કે જો કંપની મેનેજમેન્ટ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે જો નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આરતી ઇન્ડસ્ટ્રીઝ ના કર્મચારીઓ એ ઉચ્ચારી હતી..

કર્મચારીઓ દ્વારા અગાઉ ના અન્ય મુદ્દાઓ પડતર હોઈ જેના માટે પણ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો, કામદારોના આ વિરોધથી કંપનીના સંતાધીસોમાં હાલ તો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે…

#DNSNEWS


Share to