October 17, 2024

લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા અને કેરીયા વચ્ચે ગૌચરની જમીનમાં આને નદીના પટમાં ઉધોગપતિના યાંત્રિક સાધનો વડે બિનકાયદેસર માટીનુ ખોદકામ કરતાં થયો વિવાદ.

Share to


લાઠી તાલુકાના દેવળીયા અને કેરીયા ગામનાં માલધારી સમાજના લોકો ગૌચરની જમીનમાં પોતાનાં ઢોર ચરાવી રહ્યા હતા તે સમયે ઓચિંતા લાઠી તાલુકાના દુધાળા ગામના ઉધોગપતિ સવજીભાઈ ધોળકીયા ના માણસો ઈટાચી, જેસીબી.અને ડંમ્મપરો લઈ આવી માટીનુ ખોદકામ કરી માટી ખોદવાનું શરૂ કરતાં માલધારી સમાજ એકઠો થયો હતો અને કામ બંધ કરાવ્યું હતું.
આ સમયે લાઠી પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો થાળે પાડવા તંત્ર દ્વારા ઉધોગપતિને છાવરવામાં આવતા હોવાનું માલધારી સમાજ આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો.
ઉધોગપતિ સવજીભાઈ ધોળકીયા અગાઉ પણ અનેક વિવાદોમાં ઘેરાયેલા છે.અને તળાવ અને નદી ઉંડા કરવાના બહાને પોતાના નામ ના બોડૅ લગાવવામાં આવી રહ્યા છે અને સરકારી જમીનમાં મનફાવે તેમ પોતાનુ સામ્રાજ્ય જમામી રહ્યા છે.નદીના કાંઠે ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા એ જમીન ખરીદી કરેલ છે અને ખનીજ ચોરી કરી તેમના ખેતરમાં ઠલવાઈ રહી છે.સરકાર દ્વારા આ સ્થળે આવી કોઈ મંજૂરી આપી છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે.
અગાઉ મુતિૅ તોડવાના ષડયંત્ર માં લાઠીના ધમેૅશ સોનીનુ નામ પણ સામેલ હતુ એજ વ્યક્તિ આ ખનિજ ચોરીમાં હોય તેવું જણાય રહ્યું છે.રાજકીય ફોન કરાવી અધિકારીને ખાનગી ચચાૅ કરવાને બહાને એક તરફ લઈ જઈ ભીનું સંકેલવા કોશિશ કરી રહ્યા હોય તેવું વિડિયોમા સ્પષ્ટ દેખાય છે અને પોલીસ ના એક જવાન કહી રહ્યા છે કે તેની ખાનગી વાત હોય કોઈ જતા નહીં.
હાલમાં તમામ વાહનો ઉપર રોક લગાવી દીધી છે ત્યારે પોલીસ અને ખાણ ખનીજ વિભાગ શું કાયૅવાહી કરે છે તે જોવાનું રહ્યું.


Share to

You may have missed