September 7, 2024

વાહન ચાલકો માટે વધુ એક માઠા સમાચાર….સરકાર દ્વવારા વધુ મોંઘવારી ની એક માર…આગામી દિવસો માં વધી શકે છે સામાન્ય જનતા ની મુશ્કેલી

Share to

ગુજરાત

પેટ્રોલ અને ડીઝલના ભાવવધ્યા પછી ગુજરાત સરકારે
કો ઍન્ડ નેચરલ ગેસ CNG ફ્યુલ માં ભાવવધારો
ઝીંકયો છે. સીએનજીમાં એકાએક રૂ. /1.85 નો ભાવવધારો કરાયો છે.જો કે આ ભાવવધારો અમદાવાદ સિવાયના વિસ્તારોમાં લાગુ થશે…

ગુજરાત રાજ્યમાં પેટ્રોલ મોંઘુ પડતાં ચાર પૈડાંનાં વાહનો CNG માં કન્વર્ટ થઈ રહ્યાં છે, પરંતુ તેમાં પણ વાહનચાલકોને ફાયદો થયો નથી જેનું કારણ છે CNG ના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો CHE…

CNG થી ચાલતાં વાહનોમાં સામાન્ય રીતે જાહેર પરિવહનની બસ, કાર, સ્કૂલ વાહનો અને રિક્ષા હોય છે. ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન
GSPC નાં સૂત્રોએ જણાવ્યું હતું કે CNG ગેસ ના
ભાવ પ્રતિ કિલોએ 29.75 /- રૂપિયા છે, જેમાં રૂ. 1.75 નો વધારો થતાં હવે નવો ભાવ પ્રતિ કિલોએ 31.60 થઇ જશે.સરકાર દ્વારા ટૂંકા ગાળામાં બીજી આ વખત ભાવવધારો કરાયો છે.

અન્ય રાજ્ય ની વાત કરવામાં આવે તો દિલ્લી,નોઈડા માં સીએનજીનો ભાવ પ્રતિ કિલો 49.09 રૂપિયા છે, દિલ્લી, ગ્રેટર નોઈડામાં સીએનજીનો ભાવ આજથી 49.98 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. આજની તારીખ માં વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 78 ડોલર પર પહોંચી ગયું છે.હાલ ઉર્જા વિશેષ બ્રેન્ટ ક્રુડની કિંમત ટૂંક સમયમાં 80 થી 85 સુધી પહોંચવાનું અનુમાન છે.

ત્યારે આવી સ્થિતિમાં આવનારા સમય માં ડીઝલ,પેટ્રોલ CNG અને LPG ના ભાવથી સામાન્ય જનતા એ મોંઘવારી ની માર માટે તૈયાર રહેવું પડશે…

DNS NEWS REPORT


Share to

You may have missed