September 4, 2024

સિહોર નગરપાલિકા દ્વારા પોલીસ કાફલા સાથે ટાણા રોડ થી સૂરકા દરવાજા સુધી ગેરકાયદેસર થયેલ દબાણ ઉપર દબાણ હટાવવા માં આવેલ……

Share to

પ્રેસ નોટ. *. આજરોજ સિહોર નગરપાલિકા ની હદ માં હાઇવે રોડ તેમજ વિવિધ સિહોર ની હદ માં ગેરકાયદેસર દબાણ અંગે કલેકટર શ્રી ની સૂચના તેમજ સિહોર પ્રાંત અધિકારી .મામલતદાર શ્રી ના માર્ગદર્શન હેઠળ સિહોર માં થયેલ ગેરકાયદેસર દબાણ હટાવવા તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ કરતા ઓને અગાઉ નોટિસ થી જાણ પણ કરવામાં આવેલ જેને લઇ આજરોજ સિહોર પ્રાંત અધિકારી શ્રી રાજેશ ચૌહાણ ના માર્ગદર્શન અને સિહોર ઇન્ચાર્જ મામલતદાર પરમાર સર્કલ અધિકારી આર.ડી.રાવલ.ચીફ ઓફિસર મારકણા. પાલીતાણા સી.પી.આઇ. મેટલીયા.સિહોર પો. ઇન્સ.કે.ડી.ગોહિલ.સિહોર ટાઉન પી.જી.વી.સી.એલ તેમજ અન્ય પોલીસ સ્ટેશન ના સોનગઢ, ઉમરાળા.વલ્લભીપુર તેમજ સિહોર પોલીસ સ્ટાફ મામલતદાર કચેરી સ્ટાફ,પાલીકા ના તમામ વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓ સહિત નો મોટા કાફલા સાથે સવાર 10થી સાંજે 5,30વાગ્યા સુધી જે ટાણા ચોકડી થી સુરકા દરવાજા સુધી બન્ને સાઈડ ઉપર પાલિકા ની જગ્યા ઉપર દબાણ થયેલ હોય જે મેગા ડીમોલેશન હાથ ધરાયું હતું ત્યારે બસ સ્ટેન્ડ સામે આવેલ વોરા ના કબરસ્તાન ની લાઈન માં આવેલ દીવાલ ની બાજુ માં કોઈ દબાણ કરતા આમલેટ વાળા એ પાલિકા ની માલિકી ની જગ્યા ઉપર આવેલ વર્ષો જૂની જીવંત હાથ ડંકી ને પણ આ દબાણ કરતા ઓ એ કબજો કરી લીધો હતો.અને જે અંગે સિહોર પોલીસ સ્ટેશન દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમાટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ મેગા ડીમોલેશન ને લઈ અસામાજિક તત્ત્વો.ભૂમાફિયાઓ સહિત માં ફફડાટ ફેલાયો હતો આ ડીમોલેશન ની કામગીરી યથાવત રાખવા માં આવશે આ અંગે કોઈ રાજકીય પક્ષો કે નગરસેવકો ની પણ શેહ શરમ પણ રાખવા માં આવેલ નહિ આમ લોકચર્ચા એ ચર્ચાયા મુજબ ભાવનગર રાજકોટ ધોરી માર્ગ ઉપર આવેલ સર્વોતમ ડેરી થી લઈ ગરીબશા પીર સુધી પાલિકા ની હદ માં થયેલ ગેરકાયદેસર દબાણ હટાવવા તંત્ર દ્વારા આગોતરા આયોજન સાથે કામગીરી હાથ ધરાશે તેવું જાણવા મળેલ છે અને સિહોર શહેરી વિસ્તાર ના વડલચોક થી મોટા ચોક માં પણ ટ્રાફિક ને લઈ થઈ રહેલ દબાણો પણ હાથ ધરાશે…. 🙏સિહોર રિપોર્ટર હરીશભાઈ સાથે રજનીકાંત રાજ્યગુરૂ


Share to

You may have missed