November 21, 2024

નદી કિનારે ઝાડી ઝાંખરા મા જુગાર રમી રહેલા 10 ઈસમો ઉપર નર્મદા LCB ત્રાટકી

Share to

ઈકરામ મલેક:-રાજપીપળા

કહેવાય છે કે જુગાર રમવા ના શોખીનો ની જુગાર રમવા ની ટેવ એટલી તીવ્ર હોય છે કે ગમે ત્યાં છુપાઈ ને જુગાર રમવા કુંડાળું વળી બેસી જતા હોય છે.

ત્યારે નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના લીમટવાળા ગામે કેટલાંક ઈસમો નદી કિનારે ઝાડી ઝાંખરા મા છુપાઈ ને કેટલાંક ઈસમો જુગાર રમી રહયા છે તેવી બાતમી LCB નર્મદા ના પો.ઇન્સ અલ્પેશ પટેલ ને મળતા તેઓ ની સૂચના થી સ્ટાફ ના પોલીસ માણસો એ બાતમી ના સ્થળે રેડ કરતા નદી ના ભાઠા મા ઝાડી ઝાંખરા ના ઓથે છુપાઈ ને જુગાર રમી રહેલા 10 જેટલા ઈસમો ને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

(1) હેમંતભાઈ ઉર્ફે અલકેશ ઉર્ફે અલકો પરસોત્તમ વસાવા રહે.ખારા ફળિયું રાજપીપળા (2) પ્રવીણ ઉર્ફે પવો અર્જુન વસાવા રહે.વાઘપુરા (3) સમીર સંતોષ વલવી રહે.વેલચંડી (4) વિનસ ભાઈ ઉર્ફે વિનોદ મંજી વલવી રહે. વેલચંડી (5) મેહુલ વસંત વસાવા રહે. ખારા ફળિયા રાજપીપળા (6) મુકેશ શાંતિલાલ માછી રહે.મોતી બાગ રાજપીપળા (7) અજય ઇશવર વલવી રહે.મોટા રાયપુરા (8) સંદીપ ભરત વસાવા રહે. રામગઢ (9) અનિલ ચંદુ વસાવા રહે.ખારા ફળિયા (10) અનિલ ચંદુ વસાવા રહે.ખારા ફળિયા

જુગારીયાઓ પાસે થી રોકડા રૂ.24,540/- મોબાઈલ નંગ 7 કિ. રૂ.27,500/- તેમજ મોટરસાયકલ નંગ 5 જેની કિંમત રૂ.1,70,000/- મળી કુલ રૂ.2,22,040/- નો મુદ્દામાલ કબજે કરી જુગરીઓ ને રાજપીપળા પો.સ્ટે મા જુગરધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ


Share to

You may have missed