November 21, 2024

ઝઘડિયા ના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલ ને રસ્તાઓનું નિરીક્ષણ કરાવવા માટે પત્ર લખી રજુઆત કરી..!!

Share to




ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિધાનસભા ના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ને પત્ર લખી તેઓના મત વિસ્તારમાં બનતા રસ્તાઓનું નિરીક્ષણ કરાવવા માં આવે તેવી માંગ કરી છે,ધારાસભ્ય છોટુ વસાવાએ લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે હાલ માં ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રમાં આવતા ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકામાં વિવિધ સ્થળે રસ્તા અને નાળા બનાવવા ની કામગીરી ચાલી રહી છે આ કામગીરી માં જે તે એજન્સી દ્વારા પ્લાન એસ્ટીમેન્ટ મુજબ નહીં પરંતુ હલકીકક્ષા ના મટીરીયલ નો ઉપયોગ કરી ગુણવત્તા જાળવ્યા વિનાનું તકલાદી બાંધકામ કરવામાં આવી રહ્યું છે,રસ્તા ના નાળા ની કામગીરી માં વેઠ ઉતારવામાં આવ્યું છે,તેમજ નાળા ની કામગીરી માં પાણીનો છટકાવ પણ કરવામાં આવતો નથી,આ રસ્તાઓ સેન્સેરપેવર થી નહિ અને સાદા પેવર થી બનાવવામાં આવ્યું છે,જેથી આ રસ્તાઓ ટકાઉ બનતા નથી અને ટૂંકાગાળામાં ખરાબ થઇ જવાની શક્યતાઓ છે છોટુ વસાવાએ લખેલા પત્રમાં આક્ષેપો કર્યા હતા કે સ્થાનિક (SO અને engineer)તથા કોન્ટ્રાક્ટર કોઈ પણ ચાલુ કામ ના સ્થળે હાજર રહેતા નથી,સાથે જ કામ નું સુપરવિઝન થતું નથી અને કામ ની ગુણવત્તા જળવાતી નથીઃ જેના કારણે પ્રજાના નાણાંનો દુર્વ્યય થાય છે,જેથી સ્થાનિક ધારાસભ્ય ની જાણકારી માં તપાસ કરી પ્રજા અને રાજ્યના હિતમાં જવાબદારો સામે પગલા ભરવા માટે છોટુ વસાવાએ પત્રમાં ભલામણ કરી છે


તો બીજી તરફ નેત્રંગ ટાઉનના વિકાસ ના કામો માટે પૂર્વે અગ્રણી તેમજ વાલિયા એપીએમસીના વાઇસ ચેરમેને ભરૂચ DDO અને. કલેક્ટર ને ઉદ્દેશી લેટર બોમ્બ ફોડ્યો હતો. હવે છોટુ વસાવા એ પણ તાલુકા કક્ષાએ વિકાસ ના કામો તકલાદી થયાં હોવાની રાવ મુખ્ય મંત્રીને કરતાં નેતા ઓની મીલીભગતથી પ્રજાના રૂપીયાની ખાયકી ચલાવવાનું કોભાંડ ચલાવવામાં આવી રહ્યું છે

*દુરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*


Share to