November 21, 2024

ધાનેરા તાલુકામાં એક અનોખી પરબવૃક્ષપરબ: મિશન ગ્રીન ધાનેરા

Share to


ગ્લોબલ વોર્મિંગ અને ઋતુ ચક્રમાં ફેરફારનું મુખ્ય કારણ છે ઘટતા જતા વૃક્ષો અને આવી સ્થિતિમાં ધાનેરાના હરિયાળું બનાવવા મિશન ગ્રીન ધાનેરાના પ્રકલ્પની શરૂઆત નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી ગોવિંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ધાનેરાની સેવાભાવી સંસ્થા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 3500 જેટલા અને 33 પ્રકારના ફળાઉ , ઔષધીય તેમજ દેશી વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે જરૂરી જંતુનાશક દવા, ખાતર અને ટ્રી ગાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ વૃક્ષોના વિતરણમાં પ્રકૃતિપ્રેમી લોકો બાળકો જોડાયા અને વૃક્ષોનો ઉછેર ખૂબ જ અગત્યનો છે એનો સંદેશ આપ્યો.
આ વૃક્ષ પરબમાં પોતાના મનગમતા વૃક્ષોના રોપા લેવા ધાનેરા નગર તેમજ દૂરના ગામડાના લોકો ઉત્સાહસભર આવ્યા અને આ પ્રકૃતિપ્રેમી લોકો અને એજ્યુફન સંસ્થા સાથે મળીને ધાનેરાને હરિયાળું બનાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પારસભાઇ સોની, ગોવિંદભાઈ પટેલ ( વનવિભાગ), ત્રંબક શાસ્ત્રીજી મહારાજ, નગરપાલિકાના સભ્યો, સામાજિક આગેવાન સંજયભાઈ સોની, રાજકીય અગ્રણી આશાબેન પટેલ, બળવંતભાઈ રાવ, મહેશભાઈ ત્રિવેદી, જોરભાઈ પાટીદાર ( રિટાયડ એરફોર્સ), ડો શર્મા સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા.

વૃક્ષો પ્રત્યે લોકોની લાગણી બંધાય એ માટે એક વર્ષ બાદ સફળ ઉછેર કરનાર 10 વૃક્ષપ્રેમી પરિવારને લકી ડ્રો દ્વારા વૃક્ષમિત્રએવોર્ડ અને પ્રોત્સાહક ઇનામ જાહેર કાર્યક્રમમાં આપવામાં આવશે તેવી જાહેરાત સંસ્થાના કાર્યકર્તા ચંપકલાલ જાની દ્વારા કરવામાં આવી હતી

સંસ્થાના પ્રમુખ પારસભાઈ સોનીએ જણાવ્યું કે કલેક્ટર શ્રી બનાસકાંઠા, ફોરેસ્ટ વિભાગ અને DRDA તથા ગામલોકોના સાથ સહકારથી આવનારા સમયમાં ધાનેરા તાલુકાના ગામડામાં સઘન વનીકરણ થાય એ માટે પીપળ વન, મિયાવકી ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવશે અને ગામને હરિયાળું બનાવવામાં આવશે


અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed