November 21, 2024

સુરત જિલ્લા પંચાયત દ્વારા ‘વિશ્વ વસ્તી દિન’ ઉજવણી થશે:’દંપતિ સંપર્ક અને જનસંખ્યા સ્થિરતા પખવાડિયા’ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે

Share to


સુરત:સોમવાર: વિશ્વભરમા દર વર્ષે તા.૧૧ મી જુલાઇના રોજ ‘વિશ્વ વસ્તી દિન’ તરીકે ઉજવાય છે. જેના પહેલા બે સપ્તાહ તા.૨૭ જુનથી ૧૦ મી જુલાઇ સુધી ‘દંપતિ સંપર્ક’ તેમજ તા.૧૧ જુલાઇથી ૨૪ મી જુલાઇ સુધી ‘જનસંખ્યા સ્થિરતા પખવાડિયા’ તરીકે ઉજવવામા આવે છે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વ વસ્તી દિનના સૂત્ર ‘આપદામા પણ કુટુંબ નિયોજનની તૈયારી, સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપૂર્ણ જવાબદારી’ને અનુસરતા ઉપરોક્ત પખવાડિયાની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.હસમુખ ચૌધરી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એમ.એમ.લાખાણીના વડપણ હેઠળ કોરોના મહામારીને ધ્યાનમાં લઈ સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે સરકારી ગાઈડલાઈન મુજબ મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ સેમિનારો યોજાશે. જેમાં બેનર, પોસ્ટર, માઇક પ્રચાર, કેબલ ટી.વી.મા સ્ક્રોલીંગ, લક્ષિત દંપતિઓની જુથચર્ચા, નિબંધસ્પર્ધા, વકતૃત્વસ્પર્ધા, ચિત્રસ્પર્ધા, આશા બહેનોની મિટિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. જાહેર જનતા કુટુંબ કલ્યાણ અંગે માર્ગદર્શન કે નિ:શુલ્ક સેવાઓ માટે નજીકના સરકારી દવાખાના, આરોગ્ય કર્મચારી કે આશાનો સંપર્ક કરી શકે છે.
-૦૦-


Share to

You may have missed