અંકલેશ્વરના કાપોદ્રા ગામે નવી બંધાઈ રહેલી શિવદર્શન રેસિડેન્સીમાં નવું મકાન રાખી સુરતી લાલાઓ એ ગેરકાયદે બાયોડિઝલનો ગોરખ વેપલો શરૂ કર્યો હતો જોકે LCB એ દરોડો પાડી આ વેપલા ઉપર પાણી ફેરવી દીધું હતું બે સુરતીઓની ધરપકડ અને એક ને વોન્ટેડ જાહેર કરી બાયોડિઝલ બનાવવા રો-મટિરિયલ્સનો રૂ.1.19 લાખનો જથ્થો સીઝ કર્યો છે
અંક્લેશ્વર તાલુકાના કાપોદરા ગામની સીમમાં આવેલી શિવદર્શન રેસીડન્સીમાં નવા બનતા એક મકાનમાંથી ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવવા સારૂ સંગ્રહ કરી રાખેલુ રો મટીરીયલ્સ જવલનશીલ શંકાસ્પદ પ્રવાહી જથ્થો તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.1.19 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી લેવાયા છે
ભરૂચ જીલ્લામા ગેરકાયદેસરના બાયોડીઝલનુ ઉત્પાદન , વેચાણ તથા હેરફેર કરતા ઇસમો તથા આવી શંકાસ્પદ જગ્યાઓ ઉપર સતત વોચ રાખી આ બાબતે ખાનગી રાહે બાતમી મેળવી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન.સગરે અલગ અલગ ટીમો દ્રારા જીલ્લામા ગેરકાયદેસર રીતે બાયોડીઝલનુ ઉત્પાદન,વેચાણ કરતા ઇસમોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા પ્રયત્નો હાથ ધરેલ હતા દરિમ્યાન ગઇકાલ LCB ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમા હતી ત્યારે બાતમી હકીકત મળી હતી કે નેશનલ હાઇવે નં 48 અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની સીમમાં શિવદર્શન રેસીડન્સીમાં નવા બનતા એક મકાનમાં ગેરકાયદે બાયોડીઝલ ઉત્પાદન સારૂ રૉ મટીરીયલનો સંગ્રહ કરી રાખ્યો છે જે હકીકત આધારે LCB ટીમ દ્રારા રેઇડ કરતા નવા બનતા મકાનમાં શંકાસ્પદ પ્રવાહી તથા અન્ય બાયોડીઝલ ઉત્પાદન અંગે ઉપયોગી સાધન સામગ્રી મળી આવી હતી
એફ.એસ.એલ અધિકારી તેમજ મામલતદાર અંક્લેશ્વર ને સ્થળ ઉપર બોલાવી બેરલોમાં મળી આવેલા પ્રવાહી જવલનશીલ પ્રવાહી સંગ્રહ કરવામા આવેલ હોવાનુ જણાઈ આવ્યું હતું ફાયર સેફટીને લગતા કોઇ ઉપકરણો ઉપલ્બધ રાખેલ ન હોવાનુ પણ ખુલ્યું હતું જવલનશીલ શંકાસ્પદ પ્રવાહી ભરેલ મળી લોખંડના 5 બેરલ જેમાં 1000 લીટર જ્વલનશીલ શંકાસ્પદ પ્રવાહી કિંમત રૂ.60 હજાર તથા સંગ્રહ કરવા સારૂ રાખેલા પ્લાસ્ટીકની મોટી ટાંકી જેમાં આશરે 10 લીટર જ્વલનશીલ શંકાસ્પદ પ્રવાહી તથા 3 નાની ખાલી ટાંકી તેમજ બાયોડીઝલ બહાર કાઢવા માટે ડીઝલ ફીડીંગ પંપ વિગેરે સાધન સામગ્રી સાથે 2 ઇસમોને ઝડપી લીધા હતા
અંકલેશ્વર મામલતદારે જરૂરી નમુનાઓ મેળવી , શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી 1010 લીટર તથા તેમજ અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.1.19 લાખનો મુદ્દામાલ કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરવામા આવ્યો છે
પોલીસે સ્થળ પરથી સુરતના મહેશ ઉર્ફે ઘુઘો રાજાભાઇ મેવાડા ભરવાડ અને લાલજી ઉર્ફે લાલો કાનાભાઇ મેવાડાની ધરપકડ કરી છે જ્યારે સુરતના યોગેશભાઇ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.