November 22, 2024

ભરુચ આર.ટી.ઓ. એ તરખાટ મચાવતાં દંડ ફટકારી આઠ જેટલી બસોને ડીટેન કરી: 2 લાખ 72 હજાર 350 દંડ ફટકાર્યોપી . પી. સવાણી અને સી.એમ. એકેડેમીની સ્કુલ બસો ફિટનેસ અને રોડ ટેક્ષ ભર્યા વિનાની ઝડપાઈ

Share to


દૂરદર્શી ન્યૂઝ નેત્રંગ
ભરૂચના અંકલેશ્વર સીટીમાં ફિટનેસ અને ટેક્સ વિના આડેધડ દોડતી અંકલેશ્વરની પ્રખ્યાત સ્કુલોની બસોને ભરુચ આર.ટી.ઓ. એ તરખાટ મચાવતાં દંડ ફટકારી આઠ જેટલી બસોને ડીટેન કરી હતી.
સોમવારે ભરૂચ આર. ટી. ઓ કચેરીના ઇન્સ્પેક્ટર વિ.કે મકવાણા અને વી.વી. વટાલીયાની આગેવાનીમાં સરપ્રાઇઝ ચેકીગ હાથ ધરાયું હતું. આ ચેકીંગ દરમ્યાન અંકલેશ્વર સિટીમાં આવેલી પી. પી. સવાણી અને સી.એમ. એકેડેમીની સ્કુલ બસોએ ફિટનેસ અને રોડ ટેક્ષ ભર્યા વિનાની ઝડપાઈ હતી. તમામ આઠ સ્કુલ બસોને ડીટેન કરી આર. ટી. ઓ.કચેરી ભરૂચ લઈ જવાઈ હતી. આઠ જેટલી બસોમાંથી ટોટલ 2,72,350 જેટલો ટેક્ષ બાકી હોવાનું સામે આવ્યું હતું. કોરોના કાળ બાદ લાંબા સમયે રેગ્યુલર સ્કુલો ચાલું થતાં ફિટનેસ કરાવ્યા વિના અને ટેક્ષ ભર્યા વિના જ સ્કુલ સંચાલકો એ બસો રસ્તા ઉપર દોડાવી મૂકી હતી.



ટ્રાન્સપોર્ટેશનના નામે વિધાર્થીઓ હજારો રૂપીયા શાળાઓ પાસે ખંખેરે છે. આટલી ફી વસુલાયા બાદ પણ વાહનનું ફિટનેસ અને ગવરમેન્ટ ટેક્ષ ન ચૂકવવો ધોર બેદરકારી કહી શકાય. બને વસ્તુ કમ્પલસરી હોવા છતાં સરકારી નિયમોને નેવે મુકી શાળાના બાળકોનો જીવ જોખમમાં મૂકવાનું કામ કર્યું છે. કોઈ સ્કુલ બસ સાથે અકસ્માત થાય તો એની જવાબદારી કોણ લેશે.


Share to