November 20, 2024

રાજપીપળા મા બ્લોક હેલ્થ મેળા નું આયોજન કરાયું

Share to

ઈકરામ મલેક:રાજપીપળા

સમગ્ર દેશ માં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર ની નેમ છે કે દરેક નાગરિક ને યોગ્ય સારવાર મળે અને સ્વસ્થ અને તદુરસ્તી ભર્યું જીવન જીવે તે માટે રાજ્ય સરકારે રાજ્ય માં તમામ તાલુકાઓ માં તારીખ 18 થી 22 એપ્રિલ 2022 દરમ્યાન બ્લોક હેલ્થ મેળા નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત અત્રે ના નર્મદા જિલ્લા નાંદોદ તાલુકા ના રાજપીપળા ખાતે સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડી.એ શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રયુષાબેન વસાવા, ડો.પ્રકાશ પંચાલ (બાળ રોગ નિષ્ણાત),મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કે.પી.પટેલ સાહેબ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી જ્યોતિબેન ગુપ્તા,નાંદોદ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી એ.કે.સુમન સાહેબ અને આયુષ મેડિકલ ઓફિસર ડો.ક્રિસ્ટીનાબેન વસાવા ની ઉપસ્થિતિ માં બ્લોક હેલ્થ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બાળરોગ નિષ્ણાત,સ્ત્રી રોગ નિષ્ણાત, ચામડી રોગો, ફિઝિશયન,હેલ્થ આઈ.ડી,મોતિયા ની તપાસ, આયુષ્યમાન ભારત યોજના ના કાર્ડ, દાંત ના રોગો ,હાડકા ના રોગો, ઈ.એન.ટી ના રોગો ના નિષ્ણાતો દ્વારા લાભાર્થી ઓ ને બ્લોક હેલ્થ મેળા માં સેવા આપવામાં આવી ઉપરાંત બ્લડદાતા ઓ દ્વારા બ્લડ ડોનેશન પણ કરવામાં આવ્યું હતું.


Share to

You may have missed