ગીર ગઢડા તાલુકામાં ખેડૂતો ને નિયમિત આઠ કલાક લાઈટ આપવા મનુભાઈ કવાડ દ્વારા ઉંચ્ચ્ કક્ષાએ રજૂઆત કરવામાં આવી

Share toગીર ગઢડામાં ભૂતકાળમાં ખાતેદાર ખેડૂતો ને આઠ કલાક વિજ પુરવઠો આપવાની જોગવાઈ હતી તેમાં સુધારો કરી ખાતેદાર ખેડૂતને સરકાર દ્વારા હાલ છ કલાક વિજળી આપવામાં આવી રહી છે ગીર ગઢડા માં છેલ્લા પાંચેક વર્ષથી ખેડૂતોની હાલત અત્યંત દયનિય બની ગયેલ છે કાંતો અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતો પોતાની જમીનમાં ઉપજ મેળવી શકતા નથી ઉપરાંત ખાતર બિયારણ,જંતુનાશક દવાઓના ભાવો આસમાને પહોંચી ગયા છે અને મહેનતના પ્રમાણમાં ખેડૂતોને વળતર પણ મળતું નથી આ છ કલાક વિજળી મા પણ પુરતી લાઈટ આપવામાં આવતી નથી તેમા પણ ખેડૂત જ્યા નાકા પર પહોંચે ત્યાં લાઈટ ગુલ થઈ જાય છે આવા સંજોગોમાં ખેડૂતો પોતાની જમીન વેચવા મજબૂર બની રહ્યા છે અને આ છ કલાક વિજળી આપવામાં આવી રહી છે સરકાર ની આ નીતિ અને તેના કારણે સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ રહી હોવાનો સુર વ્યક્ત થઈ રહીયો છે આ તમામ સ્થિતિ જોતા સરકાર દ્વારા ખેડુત ને ફ્રી વિજળી આપવાને બદલે આંઠ કલાક માથી છ કલાક કરી દેવામાં આવી છે ખેડુત ની બે કલાક વિજળી કાપવાને બદલે મોટી મોટી કંપનીઓ ની ફક્ત પંદર મિનિટ લાઈટ કાપવામાં આવે તો ખેડુત ને આ કપરા સમયમાં થી ઉગારી સકાય તેમ છે જગતના તાત ને આંઠ કલાક વિજળી આપવામાં આવે તેવી મનુભાઈ કવાડ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી


*રિપોર્ટર. વિશાલ ચૌહાણ દ્વારા ઉના. ગીર ગઢડા*


Share to