11 મા ખેલ મહાકુંભનો ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમાપન સમારોહ યોજાયો

Share toરમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ભરૂચ દ્વારા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 11 મો ખેલ મહાકુંભ તાલુકા/ઝોન કક્ષા-સીધી જિલ્લા/નગર પાલિકા કક્ષા સ્પર્ધા સમાપન સમારોહ આજરોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભરૂચ ના જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાયો હતો
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ભાગ લેનાર તમામ ખેલાડીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે “હવા વો નહિ કભી ખેલા નહિ, હવા વો નહિ કભી જીતા નહિ…” “તમે રમશો, તો જ તમે જીતવાના છો” તેમ જણાવી પોતાના કોલેજ કાળના રમતગમત ક્ષેત્રના અનુભવો વાગોળ્યા હતાં તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાને આપેલો ખેલ મહાકુંભનો વિચાર આજે વટવૃક્ષ બની ચૂકયો છે 2010 માં 13 લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભ થયેલા આ ખેલ મહાકુંભમાં આજે 55 લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લઇ રહ્યાં છે સુષુપ્ત શકિતઓને બહાર લાવવાનું કામ ખેલમહાકુંભ થકી જ થાય છે ખેલ એ ખેલદિલી વધારે છે જે ખેલે તે જ ખીલે છે તેમ જણાવતાં દુષ્યંતભાઈ પટેલે રમતવીરોને શીખ આપતા કહ્યું કે સફળતા માટે શોર્ટ કટ ન શોધો, પ્લાનીંગ થી અને ટીમવર્કની ભાવનાથી રમત રમો ચોકકસ સફળતા અપાવે છે તેમણે કહ્યું કે ખેલ મહાકુંભ થકી એકબીજા સાથે ફેન્ડશીપની ભાવના વધે છે ત્યારે સ્પોર્ટસમેન શીપથી રમત રમીને ભરૂચનું ગૌરવ વધારવા સૌ રમતવીરોને શુભેચ્છાઓ પાઠવી હતી
જિલ્લા રમત ગમત અધિકારી વિરલ પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે 11 મા ખેલમહાકુંભમાં કુલ 36 રમતોમાં અંડર11, અંડર-14, અંડર-17, ઓપન વયજુથ, અબવ-40 અને અબવ-60 એમ કુલ 6 વયજુથમાં સ્પર્ધાઓ યોજવામાં આવેલ છે ભરૂચ જિલ્લામાં ખેલમહાકુંભની વિવિધ રમતોમાં કુલ 124599 સ્પર્ધક ભાઇ-બહેનોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ અમિત ચાવડા, સંકુલના ટ્રસ્ટી કેતનભાઈ, સિનીયર કોચ રાજનસિંહ, કોચીસ, રમતવીરો, ઉપસ્થિત રહ્યાં હતાં


Share to