નેત્રંગ : તાલુકા મા ઠેર – ઠેર હોલીકા દહનની ઉજવણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી.

Share to


દૂરદર્શી ન્યૂઝ તા.૧૭-૦૩-૨૦૨૨ નેત્રંગ,

આસુરી અહંકાર ઉપર ભક્તિની શક્તિનાં વિજયનું મહાપર્વ ઠેર-ઠેર નાની-મોટી છાણા તથા લાકડા ની હોળી ગોઠવીને વિધિવત પ્રાગટય સાથે શ્રધ્ધાળુઓ શ્રીફળ, ખજૂર, ધાણી વગેરે હોળી માં ની કરી પ્રદક્ષિણા.

આસુરી અહંકાર ઉપર ભક્તિની શક્તિનાં વિજયનું મહાપર્વ એવી હોળીની આજ રોજ સમગ્ર નેત્રંગ તાલુકા સહીત ગામોમાં ભક્તિભાવ સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવી. ઠેર-ઠેર નાની-મોટી છાણાની તથા લાકડાની હોળી ગોઠવીને રાત્રી ના મુહૂર્તમાં વિધિવત પ્રાગટય કરવામાં આવ્યું. આ સાથે શ્રધ્ધાળુઓ પ્રજ્જવલીત હોળીમાં શ્રીફળ, ખજૂર, ધાણી, દાળીયા વગેરે હોમીને પ્રદક્ષિણા કરવામાં આવી.

આ ઉપરાંત હોળી પ્રગટયા બાદ તેની જ્વાળાઓના આધારે જાણકારો આગામી વર્ષનું પૂર્વાનુમાન કરશે. આજે હોળી પૂર્વ બજારમાં ધાણી દાળીયા, ખજૂર, સહિતની ખરીદી માટે લોકોની ગીરદી જોવા મળી હતી. હોળીની જાળનાં આધારે આગામી ચોમાસાની ભવિષ્યવાણી થશે. હોળીના બીજા દિવસે હર્ષોઉલ્લાસ સાથે રંગોનાં તહેવાર ધુળેટીની ઉજવણી કરવામાં આવશે.

ફોટો મેટર:- વિજય વસાવા નેત્રંગ ,


Share to

You may have missed