October 17, 2024

મુંબઈ પોલીસે પાસપોર્ટ માટે એક નવી પહેલ કરીપાસપોર્ટ નવી સુવિધા શરૂ થતા પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે

Share to


(ડી.એન.એસ)મુંબઈ,તા.૧૩
પાસપોર્ટ બનાવવા માટે પોલીસ વેરિફિકેશન ખૂબ જ મુશ્કેલ કામ હોય છે વેરિફિકેશન વિના પાસપોર્ટ બનાવી શકાતો નથી. પોલીસ વેરીફીકેસનમાં પોલીસ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ કે પોલીસ કામમાં પુરતો સંતોષ મળ્યા પછી જ પાસપોર્ટ તૈયાર કરવામાં આવે છે. પરંતુ ભાગ્યે જ ક્યારેય એવું બને છે કે પોલીસ સ્ટેશનના પ્રથમ ધક્કામાં જ કામ થઈ જાય છે. બહુ ઓછા લોકો હશે જેમને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા વિના પાસપોર્ટ બની ગયો હોય. લોકોનું કહેવું છે કે લાંચ વિના તેમનું વેરીફિકેશન થઈ શકતું નથી. મોટો ભ્રષ્ટાચાર સામે આવે છે. લોકોને આમાંથી મુક્તિ અપાવવા માટે મુંબઈ પોલીસે એક સારી પહેલ કરી છે. મુંબઈ પોલીસે એવી સિસ્ટમ શરૂ કરી છે કે હવે લોકો વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં આવે, પરંતુ પોલીસ સ્ટેશનથી કર્મચારી તમારા ઘરે આવશે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેનું કહેવું છે કે હવે લોકોને પાસપોર્ટ સંબંધિત કામ માટે પોલીસ સ્ટેશન આવવાની જરૂર નહીં પડે. પોલીસ લોકોને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન બોલાવશે નહીં. કોઈ દસ્તાવેજાે અધુરા અથવા ફોર્મમાં કોઈ વિસંગતતા હોવાના કિસ્સામાં આવુ પડી શકે છે. આ અંગે સંજય પાંડેએ ટ્‌વીટમાં લખ્યું છે કે, “અમે ર્નિણય લીધો છે કે કાગળોમાં કોઈ ભૂલ ન હોય તે સિવાય પાસપોર્ટ માટે કોઈપણ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે નહીં. જાે આમ ન થાય તો અરજદાર પોલીસનો સંપર્ક કરી શકે છે.” પોલીસ કમિશનર સંજય પાંડેના જણાવ્યા અનુસાર, અરજદારના ઘરે આવનાર કોન્સ્ટેબલ જ પાસપોર્ટ વેરિફિકેશનને લગતી તમામ કામગીરી સંભાળશે. અરજદારે કંઈ કરવાની જરૂર રહેશે નહીં. વેરિફિકેશન સંબંધિત દસ્તાવેજાે અને તેની માહિતી કોન્સ્ટેબલ દ્વારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. જાે તેમાં કોઈ વિસંગતતા જણાય તો અરજદારને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવશે, અન્યથા વેરિફિકેશન મંજૂર કરવામાં આવશે. મુંબઈ પોલીસની આ પહેલથી પાસપોર્ટ ક્લિયરન્સનું કામ ઝડપી અને સરળ બનશે. પોલીસ સ્ટેશનમાંથી મંજુરી મેળવવામાં વિલંબ થતો હોવાથી ઘણી વખત આમાં વિલંબ થાય છે. પોલીસ વેરિફિકેશનમાં અરજદાર સામે કોઈ કેસ છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે. અરજદાર કોઈ ફોજદારી કેસમાં સંડોવાયેલો હતો કે કેમ કે તેની સામે કોઈ પોલીસ સ્ટેશનમાં કેસ ચાલી રહ્યો નથી. ફોજદારી કેસમાં પોલીસ પાસપોર્ટ વેરિફિકેશન અટકાવી શકે છે જેથી પાસપોર્ટ જાહેર ન થાય. મોટા પોલીસ સુધારા અંગે સંજય પાંડેએ જણાવ્યું કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી એક કોન્સ્ટેબલને અરજદારના ઘરે મોકલવામાં આવશે. કોન્સ્ટેબલ અરજદારના ઘરે જશે અને વેરિફિકેશન સંબંધિત કામ પૂર્ણ કરશે. અરજી સંબંધિત દસ્તાવેજાેમાં જાે કોઈ વિસંગતતા જણાય તો અરજદારે પોલીસ સ્ટેશનમાં આવીને ભૂલ સુધારવી પડશે.


Share to