October 17, 2024

ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કરમુક્તિ કરી

Share to



(ડી.એન.એસ)ગાંધીનગર,તા.૧૩
ગુજરાત સરકારે ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ટેક્સ ફ્રી કરી હોવાની જાહેરાત કરી છે. આ ફિલ્મની શરૂઆત જ રૂંવાડા ઉભા કરી દે તેવી છે, ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ પછી હવે વિવેક અગ્નિહોત્રી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ લઈને આવ્યા છે, જેમાં તેમણે ૯૦ના દાયકામાં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને હિંદુઓના નરસંહાર અને હિજરતની વાર્તા દર્શાવી છે આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકારો છે, પરંતુ સાથે જ પલ્લવી જાેશી અને દર્શન કુમાર જેવા અનુભવી કલાકારો પણ ફિલ્મમાં જાેવા મળશે. ફિલ્મની વાર્તા કાશ્મીરના શિક્ષક પુષ્કરનાથ પંડિત (અનુપમ ખેર)ના જીવનની આસપાસ ફરે છે. કૃષ્ણ (દર્શન કુમાર) તેમના દાદા પુષ્કરનાથ પંડિતની છેલ્લી ઈચ્છા પૂરી કરવા દિલ્હીથી કાશ્મીર આવે છે. કૃષ્ણ તેમના દાદાના શ્રેષ્ઠ મિત્ર બ્રહ્મા દત્ત (મિથુન ચક્રવર્તી) પાસે રોકાય છે. તે દરમિયાન પુષ્કરના અન્ય મિત્રો પણ કૃષ્ણાને મળવા આવે છે. આ પછી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. ૧૯૯૦ પહેલા કાશ્મીર કેવું હતું તે ફ્લેશબેકમાં બતાવવામાં આવ્યું છે. આ પછી ૯૦ના દાયકામાં કાશ્મીરી પંડિતોને મળનારી ધમકી અને જબરદસ્તી કાશ્મીર અને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા તેની દર્દનાક કહાની દર્શાવવામાં આવી છે. કૃષ્ણને ખબર નથી કે તે સમય દરમિયાન તેનો પરિવાર કેવા મુશ્કેલ સમયમાંથી પસાર થયો છે. આ પછી, ૯૦ના દાયકાની ઘટનાઓના સ્તરો તેમની સામે ઉજાગર કરવામાં આવે છે અને બતાવવામાં આવે છે કે તે દરમિયાન કાશ્મીરી પંડિતો કેવી પીડામાંથી પસાર થયા હતા. આખી વાર્તા આની આસપાસ ફરે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો ર્નિણય કર્યો છે. આ ફિલ્મમાં આર્ટિકલ ૩૭૦ થી લઇને કાશ્મીરના ઇતિહાસને સમાવામાં આવ્યો છે. તેમજ કાશ્મીરી પંડિતોને ૧૯૯૦ના વર્ષમાં કઇ રીતે ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા, તે વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરિયાણાની સાથેસાથે મધ્ય પ્રદેશે પણ ધ કશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રીની જાહેરાત કરી છે.


Share to

You may have missed