DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ભરૂચના આંબેડકર ભવન ખાતે સ્કીલ ડેવલપમેન્ટ, બાંબુ કલ્ટીવેશન અને લોકલ ઇનીશીયેટીવના વિષય પર  વર્કશોપ યોજાયો 

Share to



  ભરૂચ –  મંગળવાર –   ભરૂચના આંબેડકર ભવન હોલ,  ખાતે શ્રી આનંદ કુમાર, IFS વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વર્તુળ, ભરૂચના માર્ગદર્શન હેઠળ શ્રીમતી યુ.આઇ.પ્રજાપતિ, નાયબ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચ ની અધ્યક્ષતામાં એગ્રોફોરેસ્ટ્રી અન્ડર આર.કે.વી.વાય યોજના અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટ, બાંબુ કલ્ટીવેશન અને લોકલ ઇનીશીયેટીવના વિષય બાબતની એક દિવસિય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં  ખેડુતોને વન વિભાગની બાંબુ મીશન યોજના તથા એગ્રો ફોરેસ્ટ્રી યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું  હતુ. બાંબુ વાવેતર માટે ખેડુતોને વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે બાબુ તજજ્ઞ શ્રી ચિરાગભાઇ સાંજા દ્વારા બાંબુ વાવેતર માટે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.   
      આ વર્કશોપમાં મદદનીશ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચ, બાંબુ તજજ્ઞ અને વનએરા બાંબુ એફ.પી.ઓ ચેરમેન શ્રી વી.એમ.ચૌધરી,  ચેરમેન,ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી. શ્રી ચિરાગભાઇ સાંજા, તથા શ્રી ગિરીશભાઇ પટેલ, તથા ડિરેક્ટર ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી, શ્રી અશ્વિનસિંહ માંગરોલા, તથા, ડિરેક્ટર ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી શ્રી બાલુભાઇ પટેલ તથા શ્રીહરીશભાઇ પટેલ, શ્રીજી કોર્પોરેશન નર્સરી,વરણામા તથાસામાજિક વનીકરણ વિભાગના રેંજ ફોરેસ્ટ ઓફીસર તથા ક્ષેત્રિય સ્ટાફ તેમજ ૫૦૦ જેટલા ખેડુતો વર્કશોપમાં હાજર રહ્યા હતા. તેમ ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share to

You may have missed