October 16, 2024

નરેશ પટેલ માટે આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ ઃ ઈસુદાન ગઢવી

Share to



(ડી.એન.એસ)રાજકોટ,તા.૧૨
પંજાબમાં જંગી બહુમતીથી ‘આપ’ની સરકાર બનતા તેની ઉજવણીના ભાગ રૂપે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ કક્ષાના નેતા ઈસુદાન ગઢવી નેતાઓ શહેરમાં આવી પહોંચ્યા હતા. અને વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. જ્યાં મીડિયાને ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, નરેશ પટેલ આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ બની શકે છે. ઉલ્લેખનીય છે કે ભાજપ સહિત અન્ય પક્ષના ૧૫૦થી વધુ લોકો આપમાં જાેડાશે. નરેશ પટેલને મળવાનો કોઈ સત્તાવાર કાર્યક્રમ નથી.આમ આદમી પાર્ટી જાતિ- જ્ઞાતિથી ઉપર ઉઠીને બધાને લઈને ચાલશે.જ્ઞાતિવાદી માનસિકતા છોડીને આપ લોકોએ જાેડવું પડશે. અમે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનવવા ઇચ્છીએ છીએ. ઉલ્લેખનીય છે કે હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે ખોડલધામ પ્રમુખ સાથે ઈશુદાન અને આપ નેતાઓ ગુપ્ત મુલાકાત કરશે ભાજપ ભ્રષ્ટાચાર યુક્ત છે, કોંગ્રેસનું અસ્તિત્વ જાેખમમાં છે, ત્યારે નરેશ પટેલ જેવા સ્વચ્છ છબી ધરાવતા અને સાચા અર્થમાં લોકોની સેવા કરવા માટે તત્પર હોય તેવા લોકો માટે એકમાત્ર આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ વિકલ્પ છે. ખોડલધામ નરેશ આવવા ઈચ્છે તો અમે તેમને દિલથી આવકારીએ છીએ. હાલ ભાજપમાં ભારે ભ્રષ્ટાચાર જાેવા મળી રહ્યો છે. તેમજ કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી. ત્યારે આગામી ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી લોકોના હિત માટે આગળ આવશે. અને મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને મળતી ફ્રી વીજળી સહિતની સુવિધાઓ સામાન્ય લોકોને પણ મળે તેવા હેતુ સાથે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ ઝંપલાવશે. આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્ય જેવા સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દાઓ સાથે ચૂંટણી લડશે. ૧૫૦થી વધુ લોકોનાં ‘આપ’માં જાેડાવા મામલે તેમણે કહ્યું હતું કે, યે તો ટ્રેલર હે પિક્ચર અભી બાકી હે’ આગામી દિવસોમાં હજુ અનેક લોકો આમ આદમી પાર્ટી સાથે જાેડાશે. રાજકોટમાં આજે વિજય તિરંગા યાત્રા કાઢીને આમ આદમી પણ હેલિકોપ્ટર વાળાને હરાવી શકે તે સાબિત કરવાનો પ્રયાસ કરાયો છે. અમે લોકોને સ્પર્શતા મુદ્દા શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી સહિતનાં મુદ્દાઓ સાથે લોકો પાસે જઈને મત માંગીશુ. તેમજ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.


Share to