November 4, 2024

હવે આધારકાર્ડ પરથી યુપીઆઈ સેવા માટે નોંધણી કરાવી શકશે

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૩
ભારતમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધ્યો છે. યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ એ ઓનલાઈન પેમેન્ટની સૌથી કોમન અને લોકપ્રિય પદ્ધતિ છે. અગાઉ યુપીઆઈ સેવા માટે રજીસ્ટ્રેશન કરતી વખતે તમારે તમારું ડેબિટ કાર્ડ રજીસ્ટર કરાવવું પડતું હતું. પરંતુ હવે નિયમોમાં ફેરફાર બાદ ગ્રાહકો આધાર કાર્ડ પર ઓટીપી દ્વારા જ યુપીઆઈ સેવા માટે નોંધણી કરાવી શકશે અને મોબાઈલ નંબર રજીસ્ટર કરી શકશે. હવે ડેબિટ કાર્ડ નંબર આપવાની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ મોટા ફેરફાર બાદ યુપીઆઈ પેમેન્ટ્‌સમાં ઘણી વૃદ્ધિ જાેવા મળશે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર અને આરબીઆઈ દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ શક્ય તેટલો વધારવાનો પ્રયાસ કરી રહી છે. આવા કિસ્સાઓમાં યુપીઆઈ ચુકવણી કરવા માટે પ્રથમ ડેબિટ કાર્ડ ફરજિયાત હતું. આ કારણે ઘણા લોકો ડેબિટ કાર્ડ વગર યુપીઆઈમાં રજીસ્ટ્રેશન કરાવી શક્યા નથી. પરંતુ હવે તેઓ આધાર કાર્ડ દ્વારા જ યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ સાથે જાેડાઈ શકશે. એનપીસીઆઇએ હવે આધારથી યુપીઆઈ રજીસ્ટર કરવાની મંજૂરી આપી છે. આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી જ તમે યુપીઆઈમાં નોંધણી કરાવી શકશો. આ માટે તમારું બેંક ખાતું માત્ર આધાર સાથે લિંક હોવું જાેઈએ. આ તમારા યુપીઆઈ બેંક એકાઉન્ટને આધાર દ્વારા લિંક કરશે. તેથી જાે તમારું બેંક ખાતું આધાર સાથે જાેડાયેલું નથી તો બને તેટલું જલ્દી તેને લિંક કરાવો. અગાઉ મંગળવારે ભારતીય રિઝર્વ બેંકે મોટા ફેરફારો કર્યા છે, જાહેરાત કરી કે ગ્રાહકો હવે ફીચર ફોન દ્વારા ડિજિટલ પેમેન્ટ કરી શકશે. તેને ‘ેંઁૈં૧૨૩ ॅટ્ઠઅ’ નામ આપવામાં આવ્યું છે. આ ફીચરથી ૪૦ કરોડ ફીચર ફોન યુઝર્સને ફાયદો થશે.


Share to

You may have missed