October 5, 2024

યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો

Share to


(ડી,એન.એસ)નવીદિલ્હી,તા.૦૯
યુક્રેન પર રશિયાના હુમલા બાદ માત્ર ભારત જ નહીં અન્ય ઘણા દેશોના વિદ્યાર્થીઓ પણ ત્યાં ફસાયા છે. ભારત સરકારે ઓપરેશન ગંગા ચલાવીને અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢ્યા છે. આ ઓપરેશન હેઠળ માત્ર ભારતીય વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ અન્ય દેશોના વિદ્યાર્થીઓને પણ મદદ કરવામાં આવી રહી છે. બચાવ અભિયાન હેઠળ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓ મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાનનો એક વિદ્યાર્થી પણ કેન્દ્ર સરકારના વખાણ કરી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીની અસમા શફીકને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બચાવી લેવામાં આવી છે. એટલા માટે અસ્મા કિવમાં ભારતીય દૂતાવાસ અને પીએમ મોદીના વખાણ કરતાં થાકતી નથી. તેણે પીએમ મોદીનો આભાર માન્યો છે. ભારતીય અધિકારીઓએ અસમાને સુરક્ષિત રીતે બચાવી લીધી છે, તે હાલમાં પશ્ચિમ યુક્રેન જઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આસ્મા ટૂંક સમયમાં તેના પરિવારને મળશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે કહ્યું કે સુમીમાં ફસાયેલા તમામ ૬૯૪ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. યુક્રેન સરકારે સુરક્ષિત કોરિડોર બનાવ્યો હતો, ત્યારબાદ ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને બસ દ્વારા પોલ્ટાવા લઈ જવામાં આવ્યા હતા. છેલ્લા ૧૪ દિવસથી રશિયાની સેના યુક્રેનમાં તરખાટ મચાવી રહી છે. યુક્રેનમાં એક બાદ એક શહેર ખંડેર બની રહ્યા છે. ૧૪ દિવસ બાદ પણ બંને દેશો યુદ્ધ રોકવા તૈયાર નથી. શાંતિ વાર્તા નિષ્ફળ જઇ રહી છે. આવી સ્થિતિ વચ્ચે ભારતના કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે. જાે કે ગીર સોમનાથ જિલ્લાના બે યુવાનોએ સ્વયં સેવક બનીને અનેક લોકોની મદદ કરી છે


Share to

You may have missed