October 20, 2024

ચંદ્ર પર લેવામાં આવેલી પ્રથમ તસ્વીરોની હરાજી

Share to



(ડી,એન.એસ)નવીદિલ્હી,તા.૦૯
ચંદ્ર હંમેશા માનવજાત માટે સંશોધનનો વિષય રહ્યો છે. અત્યાર સુધી અમેરિકા, ચીન અને ભારત સહિતના કેટલાક દેશોએ જ ચંદ્ર પર સંશોધન વાહનો મોકલ્યા છે. અમેરિકાએ તેના અપોલો મિશન હેઠળ ચંદ્ર પર માનવ મોકલ્યા છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ચંદ્ર પરના અપોલો મિશન દરમિયાન ખૂબ જ આકર્ષક તસવીરો લીધી હતી. જેમાં ચંદ્ર પરથી લેવામાં આવેલી પૃથ્વીની તસવીરોનો સમાવેશ થાય છે. હવે નાસા દ્વારા લેવામાં આવેલી ચંદ્રની આ તમામ તસવીરોની હરાજી કરવામાં આવી રહી છે. તેમની હરાજી આજે એટલે કે ૯ માર્ચે ડેનમાર્કના કોપનહેગનમાં યોજાવા જઈ રહી છે. બ્રૌન રેસમુસેન ઓક્શન હાઉસની વેલ્યુએશન ટીમના વડા કેસ્પર નીલ્સને આ સંદર્ભમાં મીડિયા સાથે વાત કરી છે. તેણે કહ્યું, ‘આ તમામ ફોટામાંથી મારો પ્રિય ફોટો નીલ આર્મસ્ટ્રોંગ દ્વારા લેવાયેલો બઝ એલ્ડ્રિનનો ફોટો છે. જેમાં બઝના હેલ્મેટના વિઝરમાં આર્મસ્ટ્રોંગનો ફોટો પણ ક્લિક કરવામાં આવ્યો છે. આ વખતે નાસા દ્વારા લેવામાં આવેલા કુલ ૭૪ ફોટાની હરાજી કરવામાં આવશે. તેમાંથી ૨૬ એ તસ્વીરો છે જે ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં અપોલો મિશન દરમિયાન લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ છે. આ તમામ તસવીરોમાં સૌથી મહત્વની તે તસવીરો છે. જે ૨૦ જુલાઈ, ૧૯૬૯ના રોજ ચંદ્ર પર મનુષ્ય સુધી પહોંચવાના મિશન દરમિયાન લેવામાં આવી હતી. વાસ્તવમાં આ ફોટા આ સમયે એક વિદેશી પાસે છે. તેણે ઓક્શન હાઉસનો સંપર્ક કરીને આ ફોટા વેચવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એવું માનવામાં આવે છે કે, તેમની કુલ બોલી ૨ લાખ ડોલરથી વધુ હશે.જ એવી માહિતી આપવામાં આવી છે કે, હરાજી દરમિયાન દરેક તસવીરની અલગ-અલગ હરાજી કરવામાં આવશે. ચંદ્ર પરથી લેવામાં આવેલી પૃથ્વીની પ્રથમ તસવીરની કિંમત અંદાજે ૧૨,૦૦૦ યુરો આંકવામાં આવી છે. આમાંથી કેટલીક તસવીરો એવી પણ છે, જે પહેલીવાર લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.


Share to

You may have missed