October 18, 2024

અમરોલીના હીરા વેપારીના ૧૫ લાખના હીરા ભરેલી બેગ નદીમાંઅમરોલીમાં ચોરી કરેલી બેગમાં કશુ નથી સમજી ચોરોએ બેગ નદીમાં ફેંકી

Share to



(ડી.એન.એસ)સુરત,તા.૦૮
મૂળ અમરેલીના વતની હાર્દિક ઝવેરભાઈ વાસોયા મોટા વરાછા ખાતે પંચકુટીર સોસાયટીમાં રહે છે. હાર્દિકભાઇ મહિધરપુરામાં હીરાનો વેપાર કરે છે. ૨૮મી તારીખે સાંજે તેઓ ઓફિસેથી ઘરે ૧૫ લાખના ૧૩ હીરા અને લેપટોપ લઈને ગયા હતા. તેમણે હીરાવાળી બેગ બેડરૂમમાં મૂકી હતી. હવા માટે માટે બેડરૂમની બારી ખુલી રાખી હતી. રાત્રે તસ્કરોએ હીરાવાળી બેગ લઇ ભાગી ગયા હતા. બેગમાંથી ચોરોએ ચેકબુક અને પાસપોર્ટ ઘરની પાસે ફેંકી દીધાં હતા. આ મામલે હાર્દિકે અમરોલી પોલીસ સ્ટેશનમાં ૧૫ લાખ રૂપિયાના હીરા,લેપટોપ અને ફોન મળીને કુલ ૧૫.૪૫ લાખ રૂપિયાની ચોરીની થયાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે અજય ઉર્ફ બોડો રામુભાઈ વસાવા(રહે. દેવીકૃપા સોસાયટી,ઉત્રાણ ગામ,અમરોલી) અને મુકેશ ઉર્ફ પપ્પુ રામ શિરોમણ મોર્યા(રામ નગર સોસાયટી, ઉત્રાણગામ,અમરોલી)ની ધરપકડ કરી છે. ચોરોએ કરેલી કબુલાત કરી તેનાથી પોલીસ અધિકારી પણ ચોંકી ઉઠ્‌યા હતા. તેમને તો ખબર જ ન હતી કે બેગમાં ૧૫ લાખ રૂપિયાના હીરા છે. તેથી તેઓએ બેગ સવજી કોરાટ બ્રિજ પરથી તાપી નદીમાં ફેકી દીધી હતી. બીજા દિવસે અખબાર વાંચીને તેમને ખબર પડી કે બેગમાં ૧૫ લાખ રૂપિયાના હીરા હતા. આ કેસમાં ઝડપાયેલો ૨૨ વર્ષીય રિઢો ચોર અજય ઉર્ફ બોડો રામુભાઈ વસાવા(રહે. દેવીકૃપા સોસાયટી,ઉત્રાણ ગામ,અમરોલી) અગાઉ વર્ષ ૨૦૧૭માં સચિન વિસ્તારમાં એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાના કેસમાં પણ પકડાઇ ચૂક્યો છે.આરોપીઓએ તાપીમાં જે બેગ ફેંકી દીધી હતી તેમાં ૧૫ લાખના હીરાની સાથે સાથે લેપટોપ પણ હતો.અમરોલી પોલીસે જાેકે તાપી નદીમાં ફાયર બ્રિગેડના સથવારે હીરાવાળી બેગની ઘણી શોધખોળ કરી પણ તે મળી ન હતી.અમરોલીના હીરા વેપારીને ત્યાં ૧૫ લાખના હીરાવાળી બેગ ચોરી કરનાર ચોરોએ બેગમાં કશું જ નથી સમજીને તે બેગ તાપી નદીમાં ફેંકી દીધી હતી અને બીજા દિવસે અખબાર વાંચી તેમને ખબર પડી કે બેગમાં ૧૫ લાખના હીરા હતા. આ કબૂલાત ક્રાઇમબ્રાંચના હાથે ઝડપાયેલા બે ચોરોએ કરી હતી.


Share to

You may have missed