October 17, 2024

નેત્રંગ ની લાલમટોડી પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત શાળામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર

Share to





શાળામાં ઓરડાની ઘટના કારણે ધોરણ ૬ના વિદ્યાર્થીઓને ઓરડા બહાર બેસાડવામાં આવે છે. તો ધોરણ ૧ અને ૨ના બાળકોને એક સાથે બેસીને અભ્યાસ કરવો પડે છે.

એક તરફ ગુજરાત સરકાર દ્વારા ”સૌ ભણે સૌ આગળ વધે” તેવા સૂત્ર સાથે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ નેત્રંગ તાલુકા ના નેત્રંગ લાલમટોડી ની પ્રાથમિક શાળા જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહી છે અને ગરીબ પરિવારના બાળકો આવી શાળામાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે. તાલુકા ની નેત્રંગ લાલમંતોડી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ માં કુલ ૧૩૨બાળકો અભ્યાસ કરે છે અને શાળામાં કુલ ૭ ઓરડાઓ આવેલા છે. જેમાંથી 3 ઓરડા જર્જરિત હોવાનું સરકારી ચોપડે નોંધાયેલ છે. જોકે આમ તો શાળામાં માત્ર બે જ ઓરડો સારો છે જયારે બીજા ઓરડા જર્જરિત હાલતમાં જ છે, આ શાળામાં ૩ સિન્ટેક્સના, ૨ પતરાવાળા અને ૨ ધાબાવાળા ઓરડા આવેલા છે. જેમાં પતરાવાળા ઓરડાની છતના સિમેન્ટના પતરાઓમાં કાણા પડી ગયા હોવાથી ચોમાસાના સમયે પાણી ટપકે છે અને ધો-1 થી 8 ની સ્કૂલ હોવાછતાં માત્ર 4 શિક્ષકોજછે જેથી લાલમટોડી ના ગરીબ વિદ્યાર્થી ઓ નું ભણતર બગડી રાહીયું છે.આની જાણ 2019 માં તાલુકા શિક્ષણ અધિકારી ને પણ કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નહીં.લાલમનટોળી નેત્રંગ ના લોકો દ્વારા અવાર નવાર નેત્રંગ તાલુકા ના TPEOને જાણ કરવા જાયછે પરંતુ તાલુકા શિક્ષણા અધિકારી ની ઓફિસ કાયમ બંધ હોયછે તો શિક્ષણ ની સમયા નો ઉકેલ લાવવા રજુઆત કોને કરવી? એ સ્થાનિક લોકોની સમસ્યા બનીછે.તેમજ નેત્રંગ તાલુકાના પત્રકારો દ્વારા શિક્ષણ ને લગતી માહિતી માંગવામાં આવેછે તોપણ નેત્રંગ તાલુકા ના TPEOદ્વારા માહિતી આપવામાં આવતી નથી.


*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed