October 15, 2024

કોડીનારમાં વીજતણખાથી ખેતરનો પાક સળગી ગયો

Share to



(ડી.એન.એસ)કોડીનાર,તા.૦૭
કોડીનાર તાલુકાના ખેડૂત રાયસિંહ ભાઈ પાંચ વીઘા જમીન ધરાવે છે.આ વર્ષે રવિપાકમાં ઘઉંનું વાવેતર કર્યું હતું જે પાક હવે તૈયાર થવા જઈ રહ્યોં હતો. પરંતુ શેઢા પરથી પસાર થતી વીજલાઈનમાંથી તણખો પડતા આગ ભભૂકી ઉઠી હતી જેમની જાણ આસપાસના ખેડૂતોને થતા દોડી આવ્યા હતા. અને આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી છે. ખેડૂત રાયસિંહભાઈ પણ આગ બુઝાવતી વેળાએ દાઝી ગયા હતા અને સારવાર અર્થે કોડીનાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જાે કે અઢી વિઘાના ઘઉં બળીને ખાક થઈ ગયા હતા આ આગની ઘટનાને લઈ વીજ તંત્ર ઉપરાંત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.આ ખેડૂતને તંત્ર દ્રારા વળતર ચુકવવામાં આવે એ જરૂરી છે.


Share to

You may have missed