ક્રૂજ ઓઈલમાં તેજીને કારણે ડોલરની સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર પહોંચ્યો

Share to(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૭
રશિયન તેલની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમેરિકા, યુરોપ અને અન્ય સહયોગી દેશો રશિયામાંથી નિકાસ કરવામાં આવતા ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહ્યા છે. રશિયા વિશ્વનો બીજાે સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે અને દરરોજ ૫-૬ મિલિયન બેરલ તેલની નિકાસ કરે છે. તેનો અડધો ભાગ માત્ર યુરોપમાં જાય છે. જાે તેલની નિકાસ પર પ્રતિબંધ લાગશે તો યુરોપ અને અમેરિકામાં મોંઘવારી મજબૂત થશે, જેની અસર આખી દુનિયામાં જાેવા મળશે. રૂપિયો ૨૩ પૈસા ઘટીને ૭૬.૧૭ ના સ્તર પર બંધ થયો હતો. ૧૫ ડિસેમ્બર ૨૦૨૧ પછી આ સૌથી નીચું સ્તર હતું. રૂપિયાના ઘટાડાને લઈને રિલાયન્સ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ શ્રીરામ અય્યરે કહ્યું કે, ડૉલરની મજબૂતાઈ અને ક્રૂડ ઓઈલમાં તેજીના કારણે રૂપિયામાં ઘટાડો થઈ રહ્યો છે. ફુગાવો અને ક્રૂડ ઓઇલ સપ્લાયના આંચકા વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે. આવી સ્થિતિમાં આજે સોનું ૨૦૦૦ ડોલરને પાર કરી ગયું છે. સવારે ૧૧.૧૦ વાગ્યે, સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં ૨૬.૧૫ ( ૧.૩૩%) ડોલરના ઉછાળા સાથે ૧૯૯૨.૭૫ ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. આજે ટ્રેડિંગ દરમિયાન, આ ૨૦૦૫ ડોલરના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યુ હતું. ચાંદી હાલમાં ૦.૩૩ ( ૧.૩૧%) ડોલરના વધારા સાથે ૨૬.૧૨ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી. સ્થાનિક બજારમાં હાલમાં એપ્રિલ ડિલિવરી માટેનું સોનું ૯૮૧ રૂપિયાના વધારા સાથે ૫૩૫૪૦ રૂપિયાનાના સ્તરે ટ્રેડ કરી રહ્યું હતું અને જૂન ડિલિવરી માટેનું સોનું ૧૧૬૪ રૂપિયાના વધારા સાથે ૫૪૧૩૦ રૂપિયાનાના સ્તરે ટ્રેડ કરી રહ્યું હતું. મે ડિલિવરી માટે ચાંદી ૧૬૬૭ રૂપિયાના વધારા સાથે ૭૦૮૨૭ રૂપિયા અને જુલાઈ ડિલિવરી માટે ચાંદી ૧૬૯૩ રૂપિયાના વધારા સાથે ૭૧૪૯૩ રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી.ક્રુડ ઓઈલના ઐતિહાસિક સ્તરે પહોંચવાના કારણે આજે રૂપિયા પર ભારે દબાણ જાેવા મળી રહ્યું છે. આજે સવારે ડોલર સામે રૂપિયો ૮૧ પૈસા ગગડ્યો હતો અને ૭૬.૯૮ ના સ્તરે ખુલ્યો હતો, જે રેકોર્ડ લો છે. રશિયા-યુક્રેન સંકટમાં નવો વળાંક આવ્યો છે. આના કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી છે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ આકર્ષાઈ રહ્યા છે. સવારે ૧૦.૪૫ વાગ્યે ડોલર ઈન્ડેક્સ ૦.૨૦ ટકા વધીને ૯૮.૮૫ પર હતો. ટ્રેડિંગ દરમિયાન તે ૯૯.૨૨ ના સ્તરને પણ સ્પર્શ્યો હતો. આ ઈન્ડેક્સ વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવે છે.


Share to

You may have missed